જુગાર દરોડા, બાઈક ચોરની અટક અને એક શખ્સ સામે પાસાની કાર્યવાહી કરાઈ

0

જૂનાગઢ રેન્જ આઈજી તથા ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પીઆઈ એસ.પી. ગોહીલની સુચના અન્વયે પ્રભાસ પાટણનાં પઠાણવાડામાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા પકડી પાડી રોકડ સહિત રૂા. ૧૭પ૯૦નાં મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડારી મુકામેથી શકમંદ મોટર સાયકલને રોકી તેની પાસે વાહનનાં આધાર પુરાવા માંગતા જે અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં મોટર સાયકલ કબ્જે કરી ૪૧ ડી મુજબ અટક કરેલ છે. તેમજ ગીર સોમનાથ જીલ્લામાં ભયજનક અને અસામાજીક તત્વો ઉપર નિયંત્રણ માટે પ્રભાસ પાટણ પોલીસે દરખાસ્ત કરતાં કાલુ અયુબભાઈ કાળાવલીયાની પાસા દરખાસ્ત મંજુર થતાં તેની પાસા હેઠળ અટક કરી સેન્ટ્રલ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે. આ સફળ કામગીરી કુલદિપસિંહ જયસિંહ, કનકસિંહ નાનુભાઈ, વિશાલભાઈ પેથાભાઈ, ઈમ્તીયાજભાઈ ભીખુભાઈ, કૈલાસસિંહ જેસાભાઈ, પિયુષભાઈ કાનાભાઈ, પ્રવિણભાઈ કરશનભાઈ તુષારભાઈ હરિઓમ વિગેરે બજાવી હતી.

error: Content is protected !!