માંગરોળ : વરસાદથી અસરગ્રસ્ત દેવીપુજક પરીવારનાં ૧૦૦ વ્યકિતઓને ચાંડેરા કોલેજમાં આશ્રય અપાયો

0

માંગરોળ અને કેશોદ વિસ્તારમાં વહેલી સવારના ૩ વાગ્યેથી ધોધમાર વરસાદ પડતા ઘણી જગ્યાએ કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાથી નાના અને દેવીપુજક પરીવારોના ચુલાઓ જ સળગ્યા ન હતા. તેથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ અને દિવરાણા(ધાર) સંસ્થાના સ્થાપક/સંચાલક અને જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર ડો. વેજાભાઈ એમ. ચાંડેરાએ વિવિધ ગામોની મુલાકાત લેતા લેતા દિવરાણા(ધાર) ખાતે પહોંચ્યા હતા. ત્યાં ૧૦૦ ઉપર જનસંખ્યા ધરાવતો દેવીપુજક પરીવાર વસવાટ કરે છે. તેમના કાચા મકાનો અને ઝુંપડામાં પાણી ગોઠણ ડુબ ભરાયેલા હોવાથી અને રસોઈ બનાવવાના બળતણ પલળી ગયા હોવાથી સવારથી જ તેમના ચુલાઓ પ્રગટાવ્યા ન હતા. જેથી તાત્કાલિક તે બધા જ લોકોને ચાંડેરા કોલેજમાં ઉતારાની વ્યવસ્થા કરીને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ લોકોને જણાવવામાં આવ્યું કે, જ્યાં સુધી તમારે રસોઈ ના બની શકે ત્યાં સુધી જમવા અને રહેવાની તમામ સુવિધાઓ કોલેજના સ્ટાફ મિત્રો કરી આપશે અને બંને તાલુકાના કેશોદ અને માંગરોળમાંથી જે ગામોમાં જે પરીવારો કાચા મકાનો કે ઝુંપડામાં નિવાસ કરતા હોય તે પરીવારોને લોએજ અને દિવરાણા(ધાર) ખાતે ચાંડેરા કોલેજાેમાં નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તો કોઈપણ પરીવારોને જરૂરીયાત હોય તો પોતાનું ઘર સમજીને વિના સંકોચે મો.નં.૯૪૨૭૫ ૦૧૧૨૦, ૯૩૭૫૦ ૪૨૩૧૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

error: Content is protected !!