સોરઠમાં મેઘરાજાની જમાવટ, ભરપુર વરસાદ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાએ જમાવટ કરી છે અને સાવર્ત્રિક પાણી વરસાવી દેતા ધરા જળબંબોળ બની છે. સારા વરસાદથી સોરઠ પંથકનાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી હોય જળસંકટ મહદઅંશે સાવ હળવું બની જવા પામ્યું છે. જયારે વંથલીનાં ઓઝત – શાપુર અને ઓઝત – વંથલીનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોય, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. દરમ્યાન ફલડ કન્ટ્રોલમાંથી ગઈકાલે છેલ્લા ર૪ કલાકનાં સવારનાં ૬ સુધીનાં મળેલા વરસાદી આંકડા મુજબ કેશોદ-૩૮, જૂનાગઢ સીટી અને ગ્રામ્ય ૧૬, ભેસાણ-ર, મેંદરડા-૧પ, માંગરોળ – ૧૧૮, માણાવદર-૪ર, માળીયા હાટીના-પ૬, વંથલી-૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારનાં ૬ થી ૧૦ કલાક સુધીનાં પ્રાપ્ત થયેલા આંકડા મુજબ કેશોદ-૧૭, જૂનાગઢ સીટી અને ગ્રામ્ય ૩૩, ભેસાણ-૮, મેંદરડા-૭, માંગરોળ – ૩૯, માણાવદર-૧૧, માળીયા હાટીના-૩૮, વંથલી-રપ અને વિસાવદરમાં-ર૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આકાશમાં વહેલી સવારથી જ વરસાદી વાદળો છવાયેલા હોય અને હજુ પણ કયાંક જાેરદાર તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહયો છે. જૂનાગઢ જીલ્લામાં મોસમનો સરેરાશ ૩પ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે વંથલીનાં ઓઝત શાપુર ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમનાં ૧૦ દરવાજા ખોલી નખાયા છે અને અત્યાર સુધીમાં પ૬પ.૦૪ કયુસેકસ પાણી છોડવામાં આવ્યું છે તેમજ ઓઝત – વંથલીનાં ૧ર દરવાજા ખોલી નખાયેલ હોય આજસુધીમાં ૭ર૦.૪ર કયુસેકસ પાણી છોડી દેવાયું છે. જયારે ઓઝત વિયર આણંદપુર ડેમ પણ ભરાઈ ગયો હોય ૧૬.૦૦ કયુસેકસ પાણી છોડવામાં આવ્યું છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત તુટેલા રસ્તાઓને કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તેમજ  ટ્રાફીક જામનાં દ્રશ્યો પણ જાેવા મળી રહયા છે.

error: Content is protected !!