જૂનાગઢમાંથી નશીલા પદાર્થ ચરસનાં જથ્થા સાથે ઉત્તરપ્રદેશનાં શખ્સને ઝડપી પાડતી એસઓજી

0

જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થોનું વેંચાણ થવાનું છેલ્લા ઘણા દિવસોથી સામે આવ્યું છે. અગાઉ બે થી ત્રણ વખત મેફીડ્રોન ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાઈ ચુકયો છે ત્યારે ગઈકાલે પોલીસે એક ગેસ્ટહાઉસમાંથી ઉત્તરપ્રદેશનાં એક શખ્સને ચરસનાં જથ્થા સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજીનાં પીએસઆઈ જે.એમ. વાળા સહિતનાં સ્ટાફને મળેલ બાતમીનાં આધારે જૂનાગઢ બસ સ્ટેશનની પાસે આવેલ એક ગેસ્ટહાઉસમાં રેડ કરી એક ઈસમને ચરસનાં જથ્થો રર૩ ગ્રામ કિં રૂા. ૩૩૪પ૦, મોબાઈલ-૧ કિ. રૂા. પ૦૦ તથા રોકડ રૂા. ૪૧૦ મળી કુલ રૂા. ૩૪૩૬૦નાં મુદામાલ સાથે રાજવીર રામદાસ જાટવ (રહે. પટ્ટી-મૈનમાના, ટીકરી ગ્રામ્ય, બાગપત ટીકરી, ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધેલ છે. આ અંગે પોલીસે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવીને ખરાઈ કરતાં આ ચરસનો જથ્થા સાથે રાજવીર નામના શખ્સની ધરપકડ કરીને પ્રાથમિક પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતાનાં ગામમાંથી આ જથ્થો લાવીને જૂનાગઢમાં તેનું છુટક વેંચાણ કરવા માટે આવ્યો હતો. આ કામગીરીમાં એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહિલ તથા પીએસઆઈ જે.એમ. વાળા, પુંજાભાઈ ભારાઈ, સામતભાઈ બારીયા, એમ.વી. કુકડીયા, મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, પરેશભાઈ ચાવડા, ભરતસિંહ સિંઘવ, બાબુભાઈ કોડીયાતર, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રવિરાજસિંહ વાળા વગેરે જાેડાયેલ હતાં.

error: Content is protected !!