બુધવારે ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

0

આગામી તા. ૧૩ જુલાઈને બુધવારનાં રોજ જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમ ખાતે જેન્તીરામ બાપાનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે. બુધવારે સવારે ૯ કલાકે જેન્તીરામ બાપા તેમનાં ગુરૂદેવ હરીરામ બાપાની ચરણપાદુકાનું શાસ્ત્રોકતવિધિ સાથે પૂજન કરશે બાદમાં સત્સંગ સભા યોજાશે. આ પ્રસંગે જેન્તીરામ બાપાનું સેવક સમુદાય દ્વારા પૂજન ભાવવંદના કરાશે. બપોરનાં ભોજન પ્રસાદ તેમજ રાત્રે ૧૦ કલાકે લોકડાયરો અને સંતવાણીમાં કાર્યક્રમમાં દેવરાજભાઈ ગઢવી, મંગલભાઈ રાઠોડ, સવદાસભાઈ ગાગલીયા પોતાની કલા પીરસશે. જેન્તીરામ બાપાનાં માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાપક હસમુખભાઈ શીલુ, રાજેશભાઈ, હિતેષભાઈ, કમલેશભાઈ, સતીષભાઈ પરમાર અને સમગ્ર સત પરીવારનાં સેવકો જહેમત ઉઠાવી રહયા છે.

error: Content is protected !!