નરેશભાઈ પટેલનો જન્મદિવસ બનશે સેવાનો મહોત્સવ : ૫૭માં જન્મદિવસે રાજ્યભરમાં ૫૭ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ૧૧ જુલાઈના રોજ નરેશભાઈ પટેલના ૫૭માં જન્મદિવસે રાજ્યભરના ૫૭ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી ૧૧ જુલાઈને સોમવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરના કુલ ૫૭ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પાટણ, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પોરબંદર, મોરબી, વાપી, નવસારી, ખેડા, કચ્છ સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાંરક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તેદર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળમેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જાેડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ જુલાઈના રોજ રાજકોટ શહેરના બે સ્થળ સહિત રાજ્યભરના કુલ ૫૭ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જાેડાવા અપીલ કરવામાં આવે છે અને આપના નજીકના સ્થળે જઈ રક્તદાન કરવા માટે જવા વિનંતી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૦ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં (૧) સવારે ૮ થી ૧૨ સુધી શ્રી સરદાર પટેલ ભવન, રાજકોટ, (૨) સવારે ૭ થી ૧૨ સુધી પટેલવાડી, બેડીપરા, રાજકોટ, (૩) સવારે ૮ થી સાંજે ૫ સુધી પટેલવાડી, જેલ ચોક, ગોંડલ, (૪) સવારે ૮ થી ૧૨ સુધી શ્રી ગુરૂદત્ત મંદિર, કોટડા સાંગાણી, (૫) સવારે ૮ થી ૧૨ સુધી પાટીદાર શૈક્ષણિક ભવન, જસદણ, (૬) સવારે ૮ થી ૧૨ સુધી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન, ધોરાજી, (૭) સવારે ૯ થી ૧૨ સુધી પથીકા આશ્રમ, જામકંડોરણા, (૮) સવારે ૮-૩૦ થી ૧૨ સુધી કન્યા છાત્રાલય, ખામટા, (૯) સવારે ૮ થી ૧૨ સુધી સામનાથ મંદિર, જેતપુર અને (૧૦) સવારે ૮ થી ૧૨ સુધી ડેકોરા ભવન, મેટોડા ખાતે આયોજન કરાયું છે. નરેશભાઈ પટેલના ૫૭માં જન્મદિવસ નિમિત્તે પડધરી તાલુકાના રંગપર ખાતેના તેઓના ફાર્મ હાઉસ પરસી.એમ. વરસાણી દ્વારા ૧૧૧૧ બીલીનું રોપણ કરીને બીલીવન ઉભું કરવામાં આવશે. આમ પર્યાવરણ જાગૃતિ પ્રત્યેનો પણ સંદેશો આપવામાં આવશે. આ ઉપરાંત નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે. જેમાં હિંમતનગરના સહયોગ સેવા કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. મેંદરડામાં વૃદ્ધા આશ્રમ ખાતે વૃદ્ધોને ભોજન કરાવવામાં આવશે. સુરતમાં બાપા સીતારામ ચોક ખાતે દીપ અન્નક્ષેત્ર ખાતે મજૂરોને ફ્રુટ અને નાસ્તાનું વિતરણ કરાશે. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી રક્ષા સમિતિ સુરત દ્વારા ઉમરા વેલંજા ખાતે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ સમિતિ કતારગામ દ્વારા શાંતિદુત મહિલા મંડળ સંચાલિત વૃદ્ધા આશ્રમ ખાતે વૃદ્ધોને ભોજન કરાવવામાં આવશે અને કતારગામના મહાજન અનાથ આશ્રમ ખાતે બટુક ભોજન કરાવવામાં આવશે.અમદાવાદ શહેરમાં અલગ-અલગ છ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવશે.

error: Content is protected !!