સ્ટાર મિસ ટીન ઈન્ડિયા રજી રનર અપ દિયા વિઠ્ઠલાણીએ તેનાં મિત્રો, પરિવાર અને દેશને ગોૈરવ અપાવ્યું છે. તે માંગરોળ નિવાસી ચેતન મગનલાલ વિઠ્ઠલાણીની પુત્રી છે. આ જીત તેનાં માટે વિજેતાનાં તાજ કરતા ઘણી વધારે છે. તેણીએ મિસ કર્ણાટક તરીકે પણ જીત મેળવી છે. દિયા વિઠ્ઠલાણી ભારતની તમામ યુવતીઓ માટે પ્રેરણારૂપ બનવાની આશા રાખે છે અને આજની પેઢીમાં હાજર અવાસ્તવિક સુંદરતાનાં ધોરણો સામે લડવાની આશા રાખે છે. તે કિશોરવયની છોકરીઓને વધુ આત્મવિશ્વાસ અને જવાબદાર બનાવવા માટે મદદ કરવા માંગે છે. સ્ટાર એન્ટરટેઈનમેન્ટ પ્રોડકશન દ્વારા જુન મહિનામાં દિલ્હીનાં લીલા પેલેસમાં મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધા યોજાઈ હતી. આ બ્યુટી પ્રેઝન્ટ માટે સમગ્ર ભારતમાંથી ૬૦ છોકરીઓ પસંદ કરવામાં આવી હતી. ફાઈનલમાં પ દિવસ પહેલા ભારતભરની સેલિબ્રિટીઝ દ્વારા વિવિધ પ્રકારની તાલીમ મળી. વિવિધ રાઉન્ડમાં નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, પરિચય પરંપરાગત પોશાક રાઉન્ડ અને અંતિમ તાજ પહેરાવવાનો સમારોહનો સમાવેશ થાય છે. જયુરી પેનલ દ્વારા પ્રશ્ન અને જવાબ રાઉન્ડ માટે ૧ર છોકરીઓની પસંદગી કરવામાં આવી હતી. દિયા તેમાંથી એક હતી અને તેને એડલેન કેસ્ટેલિનો દ્વારા(મિસ યુનિવર્સ ૩જી રનર અપ) પૂછવામાં આવ્યું હતું કે, તમને ખરેખર શું ખુશી આપે છે ? દિયાનો જવાબ ખૂબ જ સાચો હતો અને તેણીનો પરિવાર જે રીતે તેણીને દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરે છે અને ટેકો આપે છે તે તેણીને ખુશ કરે છે. પોતાનાં પરિવારે આપેલા તમામ સમર્થન માટે આભાર વ્યકત કર્યો હતો. દિયા વિઠ્ઠલાણીને, સુમન રતન રાવ દ્વારા મિસ ટીન ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને રોહિત ખંડેલવાલ દ્વારા તેને સેશ પહેરાવવામાં આવ્યો હતો. તેણી તેનાં સપનાઓને અનુસરવા આતુર છે અને ચોક્કસપણે તાજ સાથે ન્યાય કરશે અને તેનાં પરિવાર અને ભારતને ગોૈરવ અપાવશે.