દ્વારકા ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિરમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

0

દ્વારકા ખાતે શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિર(રામધૂન)માં અષાઢ સુદ-૧પને બુધવારનાં રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. નામનિષ્ઠ સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારજને તેમનાં ગુરૂ શ્રી કાશ્મીરીબાબા પ્રત્યે અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ હોવાનાં કારણે દર વર્ષે દ્વારકાનાં સંકિર્તન મંદિરમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ભકિતમય વાતાવરણમાં ગુરૂનાં વિશેષ પૂજન સાથે હર્ષોલ્લાસથી ઉજવાય છે. જે અનુસાર ૧૦ઃ૩૦ થી ૧ર વાગ્યા સુધી અભિષેક, પૂજા-આરતી તથા ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાયેલ હતો. ગુરૂપૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન બા્રહ્મણો દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારબાદ બપોરે ૧રઃ૩૦ કલાકે ગુરૂપ્રસાદી(ભોજન) તથા સાંજે ૬ઃ૩૦ કલાકે નગર સંકિર્તનનો કાર્યક્રમ યોજાયેલ હતો. નગરકિર્તન શહેરનાં વિવિધ રાજમાર્ગો ઉપર શ્રી રામ જય રામ જય રામનાં વિજયમંત્રનાં જયઘોષ સાથે ફરીને પરત રામધૂન ખાતે સમાપ્ત થયેલ. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમોની શહેરની મોટાભાગની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધેલ હતો. સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત સંકિર્તન મંદિર ટ્રસ્ટનાં સર્વે ટ્રસ્ટીઓ તથા શહેરનાં નામપ્રેમિ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!