ઉના પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદ પડે છે. વરસાદને કારણે નદી-નાળાઓ ધોવાયા છે. તેમાં ગ્રામ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદ પડતા અનેક પુલનું ધોવાણ થયું છે. જ્યારે ઉના તાલુકાના ભાચા ગામે ગ્રામ્ય રસ્તાનો બેઠો પુલમાં ભુવો પડતા ૧૫થી વધારે ગામના લોકોના અવર-જવર માટે તકલીફ પડી રહી છે. એ લોકો આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે તેમાં ક્યાંકને ક્યાંક વાહન વ્યવહાર પણ બંધ થયો હોય તેઓ હાલ જાેવા મળ્યું છે. જાણવા મળતી વિગત મુજબ આ પુલ પાસ થયો છે અને નવો પુલ બનાવવા માટે લોકો આતુરતા પૂર્વક વાટ જાેઈ રહ્યા છે.