Friday, September 22

જૂનાગઢમાં સુપોષણ અભિયાન અંતર્ગત પૌષ્ટીક આહારની કીટ વિતરણ કરાયું

0

ભારત સરકારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર બાળક સુપોષિત અને તંદુરસ્ત રહે તેવાં ઉદ્દેશ સાથે સુપોષણ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં નૈતૃત્વમાં જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગર ખાતે વોર્ડ નંબર ૧૨થી આ અભિયાનના ત્રીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે માટે કીટો તૈયાર કરવામાં આવી હતી. જેમાં કાજુ, બદામ, સિંગ, દાળીયા, ખજુર તથા પૌષ્ટીક ચોકલેટ આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે સુપોષણ અભિયાનનાં ઇન્ચાર્જ સુનિતાબેન સેવક, સહઇન્ચાર્જ મનિષાબેન વૈશ્નાણી, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!