Monday, September 25

ચાંપરડામાં પૂ. મુકતાનંદ બાપુની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

0

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં દેશ વિદેશનાં ભાવિકો ઉપસ્થિત રહયા હતાં. પૂ. મુકતાનંદબાપુએ આર્શિવચન આપતા જણાવ્યું હતું કે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ વ્યકિત શાંતિથી જીવી શકતો નથી. એની દોડધામ તૃષ્ણા દિન પ્રતિદિન ઉંડી ઉતરતી જાય છે. યુવા પેઢીને કાર્યરત કરી તેની ઉર્જાનો સદઉપયોગ કરવો અને સારા વિચાર લેવા, સમાજ સેવા કરતા રહો અને ગુરૂચરણમાં વિશ્વાસ રાખી ભજન, સ્મરણ કરી આ તનાવભર્યા જીવનમાં ધ્યાન સમાધી દ્વારા સુખ શાંતિ પ્રાપ્ત કરો તેવા આર્શિવાદ આપ્યા હતાં.

error: Content is protected !!