દેશની ભાવિ પેઢી એવા બાળકોનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ ક્ષિક્ષકો દ્વારા થવો જાેઈએ

0

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિધા સહાયક ભરતી અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૪૫ વિધા સહાયકોને નવી નિમણૂકો વિતરણ કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબહેન ખટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે નવનિયુક્ત વિદ્યા સહાયકોને કહ્યું હતું કે વ્યક્તિની સફળતાની પાછળ કોઈને કોઈ ગુરૂ રહેલા હોય છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે વિદ્યા સહાયકો નિમણુંક લઇ રહ્યા છો ત્યારે વિદ્યા સહાયકોએ પણ સતત શીખતાં રહેવું જાેઈએ જેથી ભાવિ પેઢીને ઉચ્ચ કેળવણી મળી શકે. બાળકોનો પાયો પાકો બનવો જાેઇએ.દેશની ભાવિ પેઢી એવા બાળકોનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ ક્ષિક્ષકો દ્વારા થવો જાેઈએ” કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મેસિયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી વિપુલ ધુંચલાએ કર્યું હતું. સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રંસગે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ મધુબેન સાવલિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યા કંચનબેન ભૂત, જિલ્લા શિક્ષાણાધિકારી જલ્પા ક્યાડા, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થી વિદ્યા સહાયકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!