ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે આગેવાનો જાેડાયા હતા.
ટીંબાવાડી રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે સંતોનું પુજન, અર્ચન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંત દર્શન કરવામાં આવ્યા હતાં. જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પુજ્ય સંત પીપી સ્વામીજીનાં દર્શન કરી આશિર્વાદ લીધા હતા ત્યાથી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે તનસુખગીરીબાપુના દર્શન કરી પુજન કર્યુ હતું.
ભવનાથ તળેટીમાં ગુરૂ દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરી ભવનાથ મંદિર ખાતે મહંત મહાદેવગીરીબાપુ ગૌરક્ષ આશ્રમ ખાતે પુજ્ય શેરનાથબાપુ, ભારતી આશ્રમ ખાતે પુજ્ય હરીહરાનંદભારતીબાપુ, જયશ્રીકાનંદજીમાતાજી, શૈલજા માતાજીના દર્શન કરી પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે મહામંત્રી સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, પુર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ, પ્રદેશ અગ્રણી જે. કે. ચાવડા, યોગીભાઇ પઢીયાર, મુકેશ ગજેરા, એભાભાઇ કટારા, ર્નિભયભાઇ પુરોહિત, ગોપાલભાઈ રાખોલીયા, જયેશભાઇ ધોરાજીયા, ભરતભાઈ, મોહનભાઈ પરમાર, ભરતભાઈ કારેણા, લીલાભાઇ પરમાર, ગૌરવભાઇ રૂપારેલિયા તથા મિડિયા વિભાગનાં અતુલ કાચેલા, દિનેશ વાળા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.