ગોઠણ સુધીના પાણીમાં વંથલીના સુખપુર ગામે મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્ય તપાસણી કરાઇ

0

જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિમાં પણ આરોગ્ય કર્મીઓની ફરજ નિષ્ઠા જાેવા મળી રહી છે. મહોબતપરા પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દર્શનભાઇ પુરોહિતે મમતા દિવસને અનુલક્ષીને ટીટનશ(ટીડી) પેન્ટાવેલન, પોલિયો સહિતની રસીના ડોઝ આપવામાં માટે ગોઠણ સુધી ભરાયેલ પાણીમાં પણ વંથલી તાલુકાના સુખપુર ગામે પહોંચ્યા હતા. સગર્ભા, કિશોરીઓ, ધાત્રીમાતા અને બાળ આરોગ્ય માટે ઉજવાતા મમતા દિવસે રસીકરણની સાથે આરોગ્યની તપાસણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વરસાદની સ્થિતિમાં આરોગ્ય કર્મીઓની ભારોભાર ફરજ નિષ્ઠા જાેવા મળી હતી. સુખપુર ગામે મમતા દિવસની ઉજવણીમાં ફિમેલ હેલ્થ વર્કર જ્યોતીબેન ચુડાસમા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર શ્રધ્ધા ખાનપરા પણ જાેડાયા હતા. આ આરોગ્ય કર્મીઓની વરસા વરસાદ વચ્ચેની કામગીરીને વંથલીના હેલ્થ ઓફિસર કે.કે.બગડા અને શાપુરના મેડિકલ ઓફિસર ડો.સતીષ પરમારે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!