જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં બે પોઝીટીવ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. લાંબા સમય બાદ કોરોનાના ૨ કેસ ફરી નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દેવાયા છે અને દર્દીની સ્થિતી ઉપર સતત નજર રખાઇ રહી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બુધવાર ૧૩ જૂલાઇના ૧ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. સાથે જિલ્લાના વિસાવદરમાં પણ ૧ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. લાંબા સમય બાદ ફરી કોરાના રિટર્ન થતા આરોગ્ય તંત્રમાં દોડધામ વધી જવા પામી છે. ૨ કેસ આવતા ૨ સ્થળે કન્ટેઇનમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં ૬ ઘરના ૨૫ લોકોનો સમાવેશ થયો છે. શહેર અને જિલ્લામાં ફરી કોરોના મહામારીનો પગપેસારો થતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે જેથી આ મહામારીનો ફેલાવો અટકે અને તેનો ભોગ અન્ય લોકો ન બને.

error: Content is protected !!