જામ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગાડા માર્ગ ઉપર રેતી ભરેલો ટ્રક ફસાયો

0

ખંભાળિયા પંથકમાં ગુરૂવારે બપોરે એક કલાક સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે અહીંના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફ જતો રેતી ભરેલો એક ટ્રક રસ્તામાં ગાડા માર્ગમાં ખૂંપી ગયો હતો. આ ટ્રક રસ્તા વચ્ચે અટકી જતા આ માર્ગ ઉપર મોટા વાહનોની અવરજવર લાંબો સમય બંધ થઈ ગઈ હતી. જેના કારણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બસ આ સ્થળેથી નીકળી ન શકતા બસમાં જતા વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના વાહનો મારફતે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પોતાના બાળકોને પરત ઘરે લઈ આવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ બનાવ બનતા થોડો સમય શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતા સાથે દોડધામ મચી જવા પામી હતી.

error: Content is protected !!