ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ ઓવરફ્લો : હેઠવાસના ગામોને સાવચેત કરાયા

0

ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ખાતે આવેલો ગઢકી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમની હેઠવાસમાં આવેલા ગામના લોકોએ ડેમના વિસ્તારમાં અવર જવર નહિ કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખંભાળિયા પંથકમાં તાજેતરના વરસાદના કારણે ગઢકી ડેમ ભરાઈ જતા સિદ્ધપુર, મોવાણ, ધૂમથર, જામપર, ગઢકા, મેઘપર ગામના લોકોએ સિંચાઈ માટે પાણી મળી રહેશે. આ ડેમના પાણીથી આશરે પાંચ હજાર જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. આ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગઢકી ડેમ ઓવરફ્લો થતા ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી એ.આઇ. શેખે ડેમની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. આ ગામના લોકોને
ડેમના વિસ્તારમાં અવર જવર નહિ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!