૧૦૮ ટીમની સરાહનીય કામગીરી “: જે જગ્યાએ એમ્બ્યુલન્સ પહોંચી શકતી ન હતી એ જગ્યાએ ૧૦૮ની ટીમે ટ્રેક્ટરમાં જઈને આધેડનો બચાવ્યો જીવ

0

હાલમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે રાહતની તેમજ બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ૧૦૮ ઈમરજન્સી સેવાના પણ અનેક સરાહનીય કામગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ભુજ નજીક નાગોર પાસેનો સામે આવ્યો છે. તાજેતરમાં જ ૧૦૮ ઇમરજન્સીને કોલ મળ્યો કે, કચ્છમાં થયેલ મુશળધાર વરસાદને કારણે ભુજ નજીક નાગોર રોડ, પાંજરાપોળ વિસ્તારના વાડી વિસ્તારમાં એક અજાણી વ્યક્તિ ખેતરમાં અર્ધબેભાન અવસ્થામાં પડેલા છે. પરંતુ ખેતર ૧૦૮ એમ્બ્યુલન્સ જઈ શકે તેમ હતી નહોતી એટલે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાએ એ ગામના સેવાભાવી દર્શનભાઈ રાજગોરની મદદથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. આમ, ગામ લોકોનો સહયોગ લઈ જરૂરી સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ૧૦૮ની ટીમ દર્દી પાસે પહોંચી ત્યારે દર્દી સતત વરસાદમાં પડી રહેવાના કારણે ઠંડીથી ઠુંઠવાઈને અર્ધબેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ૧૦૮ સેન્ટરના ડોક્ટરની સલાહ લઈને બોડી વામ કરવા સાથે રહેલા પ્લાસ્ટિકના કવરથી બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલ ભુજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ, ૧૦૮ની ટીમે સહરાનીય કામગીરી કરીને નવજીવન આપ્યું હતું.

error: Content is protected !!