માણાવદરના નાંદરખામાં ૩ કલાકમાં ૧૧ ઇંચ

0

માણાવદર તાલુકાના નાંદરખાં ગામે સવારે ૧૦ થી ૧ વચ્ચે કલાકોમાં ૧૦ થી ૧૧ ઇંચ વરસાદ પડયાનું સરપંચ કે.ડી. લાડાણીએ જણાવ્યું નાંદરખાથી કતકપરા રોડની એક આખી સાઇડનું ધોવાણ થયું છે. તથા નાંદરખા ગામના ઉપસરપંચ પ્રવિણભાઇ વાંસજાળીયાનું બળદ બાંધવાનું ગોડાઉન ધ્વંસ થયું હતું. કોઇ જાનહાની નથી તથા ખેડૂત સવજીભાઇ વાસજાણીયાનું બળદ બાંધવાનું ઢાળીયું તુટી પડયું હતું. જમીનના ધોવાણ, વીજ પોલ તૂટી જતા આ ગામની ટીડીઓ તથા પીએસઆઇએ મુલાકાત લીધી હતી. કલાકોમાં ગામને પાણી પાણી કરી દીધુ હતું. ગામમાં ફરતે પાણી ફરી વળ્યા હતાં અને અનેક પોલ તથા રોડ સાઇડ ધોવાણ થયું છે.

error: Content is protected !!