દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિકોશન ડોઝના કુલ ૭,૪૦૦ લોકોને વેક્સિન આપવામાં આવી : કુલ ૧૧૮ વેક્સિનેશન સાઈટ કાર્યરત

0

સરકાર દ્વારા લોકોને કોરોના સામે સંપૂર્ણપણે રક્ષણ મળી શકે તે માટે કોવિડ વેક્સિનનો ત્રીજાે ડોઝ આપવા અંગેનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યભરમાં શુક્રવારથી કોવિડ પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલથી ત્રીજા ડોઝનો વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષની વય જૂથના જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ કે જેઓ નિયત સમયગાળામાં બે ડોઝ લઈ ચૂક્યા છે, તેઓ માટે વિના મૂલ્યે આ પ્રિકોશન ડોઝ આપવાનું શુક્રવારથી શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં સ્થિત ૧૧૮ સેશન સાઈટ ઉપરથી કુલ ૭૪૦૦ જેટલા લોકોને પ્રથમ દિવસે કોવિડ પ્રિકોશન વેક્સિન આપવામાં આવી હતી. સરકાર દ્વારા આગામી ૭૫ દિવસ સુધી ચાલનારા આ કવિડ પ્રિકોશન ડોઝ કાર્યક્રમમાં ઉપરોક્ત વય જૂથના તમામ લાભાર્થીઓએ રસી મુકાવવા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!