Friday, September 22

ખંભાળિયા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોનો આવતીકાલે શપથવિધિ સમારોહ

0

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો આવતીકાલે રવિવારે ગ્રહણ કરશે. આગામી લાયન વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રમુખ તરીકે જાણીતા સેવાભાવી અગ્રણી વિનુભાઈ બરછા(ઘી વાળા), સેક્રેટરી તરીકે હાડાભા જામ તથા ટ્રેઝરેર તરીકે ડો. સાગર ભૂત અને તેમની ટીમ આગામી વર્ષ માટે સંસ્થા વતી સેવાના સૂત્રોનું સુકાન સંભાળશે. ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી વાડી ખાતે આવતીકાલે રવિવારે સાંજે છ વાગ્યે યોજવામાં આવેલા આ શપથ ગ્રહણ સમારોહમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પૂર્વ વિભાગીય ગવર્નર ધિરેનભાઈ બદિયાણીના હસ્તે શપથ વિધિ કરવામાં આવશે. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, સેવાકુંજ હવેલીના માધવી વહુજી, જામનગરના અગ્રણી વજુભાઈ પાબારી, અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી ઉપરાંત તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટનું કઠિન શિખર સર કરનાર જાણીતા તબિયત ડોક્ટર સોમાત ચેતરીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આવતીકાલે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ડો. દીપેન પટેલ તેમજ ડો. અંજલી કટેશીયા સાથે ડોક્ટર મિતલ આહીર દ્વારા પેન મેનેજમેન્ટ વિશે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા સંસ્થાન પ્રમુખ વિનુભાઈ બરછા(ઘી વાળા), સેક્રેટરી હાડાભા જામ તથા ડો. સાગર ભૂત દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!