જૂનાગઢ જીલ્લાનાં માણાવદર, માળીયા, વંથલીમાં અનરાધાર વરસાદ : જળાશયોનાં દરવાજા ખોલાયા

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૧પ દિવસથી સતત વરસાદ વરસી રહયો હતો. ગઈકાલે સવારથી બપોર સુધી ઉઘાડ રહયા બાદ ગતરાત્રીથી જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે ઘેડ પંથકનાં અસંખ્ય ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ વરસાદ માણાવદર, માળીયા અને વંથલીમાં પડયો હતો જેને પગલે જળાશયોનાં દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમ્યાન આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકાનાં વરસાદની સ્થિતિ જાેઈએ તો કેશોદ-૧૬, જૂનાગઢ સીટી અને ગ્રામ્ય ૩૩-૩૩, ભેસાણ-૩૯, મેંદરડા-૩પ, માંગરોળ-ર૯, માણાવદર-૧ર૭, માળીયા હાટીના-૯૩, વંથલી-૬પ, વિસાવદર-ર૬ મી.મી. જેવો વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારે ૬ થી ૧૦ દરમ્યાન કેશોદ-ર૧, માંગરોળ-રપ, માળીયા હાટીના-ર૭ અને વિસાવદર-ર૩ મી.મી. વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘરાજાનું સતત આગમન અવિરતપણે ચાલુ રહયું છે. શાંત રીતે મેઘરાજા પોતાનું હેત વરસાવી રહયા છે. આજે પણ સવારથી જ મેઘાડંબર છવાયેલો રહયો છે અને ગમે ત્યારે મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શકયતા છે.

error: Content is protected !!