જૂનાગઢ જીલ્લા અને ત્રણેય તાલુકા કન્ટ્રોલરૂમ ડીઝાસ્ટરની મુલાકાત લેતા કલેકટર રચિત રાજ : તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે

0

જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા સાથે રેડ એલર્ટ આપવામાં આવેલ છે. ત્યારે જીલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે જીલ્લા કલેકટર રચિત રાજ તમામ પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ગત રાત્રે જીલ્લા કલેકટર રચિત રાજએ જીલ્લા આપતિ વ્યવસ્થાપન ભવન કન્ટ્રોલરૂમની આસી.કલેકટર હનુલ ચોૈધરી, આરડીસી એલ.બી. બાંભણીયા, પ્રાંતઅધિકારી ભૂમિબેન કેશવાલા તેમજ સીટી મામલતદાર તેજસ કે. જાેષી, જૂનાગઢ રૂરલ અને ડીઝાસ્ટરનાં મામતલદાર તન્વીબેન ત્રિવેદી વગેરેએ જીલ્લાનાં ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમની મુલાકાત લઈ અને તમામ પરિસ્થિતિઓ અંગે માહિતી મેળવી હતી. જૂનાગઢ જીલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમ ખાતેથી જીલ્લા કલેકટરએ મુલાકાત લઈ માંગરોળ, જૂનાગઢ શહેર અને વંથલી તાલુકામાં રેન્ડમલી કોલ કરી જાણકારી મેળવી હતી. જેમાં જરૂરિયાત મુજબ લોકોને મેડિકલ ઈમરજન્સી અંગે તેમજ જે વિસ્તારમાં વધુ પાણી ભરાયા હોય અને વિકટ પરિસ્થિતિમાં મદદની જરૂર હોવાનો મોક કોલ પણ કલેકટર દ્વારા કરવામાં આવેલ હતો. રચિત રાજ દ્વારા ત્રણેય જગ્યા ઉપર આવેલા તાલુકા કન્ટ્રોલરૂમમાંથી તાત્કાલીક ફોલોઅપ લેવામાં આવ્યું હતું. તેમજ આ તાલુકાનાં કન્ટ્રોલરૂમમાં હાજર કર્મચારીઓને ત્વરિત માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપરાંત તાલુકા કન્ટ્રોલરૂમ ખાતે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્રની સંવેદનશીલતા તેમજ ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. તેમજ તંત્ર વિકટ પરિસ્થિતિમાં પણ જીલ્લાનાં તમામ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા કટીબધ્ધ છે. તમામ નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમ તેમજ ત્રણેય કન્ટ્રોલરૂમની મુલાકાત લેતા કલેકટર રચિત રાજ સાથે વહિવટી તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓની ટીમ તસ્વીરમાં નજરે પડે છે.

error: Content is protected !!