ઉના શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ખાડામાં રોડ ૧ થી ૨ ફુટ પહોળા ખાડા નહી બુરાતા ધારાસભ્યએ થાળી વગાડી ખાડાનું પુજન કરી અનોખો વિરોધ કર્યો હતો. ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ પ્રથમ સામાન્ય વરસાદ પડતા સરકારી હોસ્પિટલ, ગોંદરા ચોક, ટાવર ચોક, શાક માર્કેટ, જાહેર બાગ સામે, ત્રિકોણ બાગ, બસ સ્ટેશન રોડ, વડલી ચોક, મચ્છુન્દ્રી પૂલ સુધી એક માસ પહેલા ડામર પેવર રોડ નેશનલ હાઇવે તરફ બનાવેલ તેમાં ૧ થી ૨ ફુટ પહોળા ૧ ફુટ ઉંડા ખાડાઓ પડી જતા વરસાદથી વાહન પાણી ભરાતા વાહન ચાલકો ફસાવાના રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નેશનલ હાઇવેના અધિકારીઓની ઉંઘ ઉડાડવા ધારાસભ્ય પુંજાભાઇ વંશ, તાલુકા કોંગ્રેસ સમીતીના પ્રમુખ રામભાઇ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, યુવા કોંગ્રેસ નેતા કમલેશભાઇ, કાનજીભાઇ શાંખટ વિગેરે ટાવર ચોકથી થાળી વગાડી, ખાડાઓનું કંકુ ચોખાથી પુજન કરી વિરોધ કરેલ અને તુરંત ખાડામાં કાળી કોંકરી, વોટરપ્રુફ ડામર નાખી તમામ ખાડાઓ બુરી ચોમાસુ પુરૂ થાય ત્યાં સુધી ખાડાઓ ના પડે તેવી માંગણી કરી હતી. વરસતા વરસાદમાં વિરોધ કરતા વેપારીઓ પણ આશ્ચર્ય પામેલ હતા.