દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલના મેઘવિરામ બાદ આજે સવારે હળવા ઝાપટા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં છેલ્લા બે દિવસ થયા મહદ અંશે મેઘવીરામ સાથે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવો માહોલ રહેતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. જાે કે આજે સવારે ખંભાળિયામાં હળવા છાંટા સાથે ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં ઝાપટાઓ વરસી ગયા હતા. આજે સવારે દસ વાગ્યા સુધીમાં કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં પાંચ- પાંચ મી.મી. અને દ્વારકા તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળિયામાં કુલ ૧૦૪ ટકા સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૦ ટકા જેટલો વરસી ચુક્યો છે.

error: Content is protected !!