ભાગ લેવા ઈચ્છુક સાહસિકો તા.૬ જાન્યુઆરી સુધી અરજી કરી શકશે
ગુજરાત સરકારના કમીશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ, નડીયાદ પ્રેરિત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ફર્સ્ટ ફલોર, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૬-૧-ર૦રપ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.