શ્રી સ્વામિનારાયણ બી.એડ કોલેજ(છાત્રાલય)ની બહેનો માટે સેનેટરી ડીસ્ચાર્જ મશીનની એસ.બી.આઈ. બેન્ક દ્વારા ભેટ

0

આ અંગે માહિતી આપતા સંસ્થાના વ્યવસ્થાપક નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમારી સંસ્થાની છાત્રાલયમાં બી .એડ કોલેજની તાલીમાર્થી બહેનો કે જેમની કુલ સંખ્યા ૧૫૦ આસપાસ છે. જે બહેનો માટે અમારી સંસ્થાને એસ. બી.આઈ. બેંક દ્વારા સેનેટરી પેડ ડીસ્ચાર્જ મશીન આપવામાં આવેલ છે. જે વિદ્યાર્થી બહેનોને ખૂબજ ફાયદાકારક રહેશે. તેમજ આ તકે એસ.બી.આઈ. બેન્ક તરફથી જીગરભાઈ લાડવા(રિજીયન ઓફિસર) તથા પ્રતિકભાઇ પંડ્યા (બ્રાન્ચ મેનેજર પ્રભાસ પાટણ) હાજર રહ્યા હતો જેમનો પણ સંસ્થાના વ્યવસ્થાપક નરેશભાઈએ આભાર માન્યો હતો.

error: Content is protected !!