જૂનાગઢ જીલ્લામાં ભગવાન સૂર્યનારાયણે દર્શન દીધા : વરસાદી ઝાપટાનો દોર ચાલુ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૧૮ દિવસ થયા મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહી છે. દિવસ દરમ્યાન સતત વરસાદ વરસવાનાં કારણે મોસમનો કુલ વરસાદ ૬૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે અને હવે લોકો વરાપની રાહ જાેઈ રહયા છે અને ઈશ્વરે પણ લોકોની પ્રાર્થના સાંભળી હોય તેમ આજે સવારે ઘણા દિવસો બાદ ભગવાન સૂર્યનારાયણે દર્શન દીધા છે. જાે કે વરસાદી ઝાપટાનો દોર સતત ચાલુ જ રહયો છે. આજે મોટાભાગનાં તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા રહયા છે. જયારે આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદ -૩ર, જૂનાગઢ સીટી – ગ્રામ્ય -૧૪, મેંદરડા-૧પ, માંગરોળ-ર૬, માળીયા હાટીના-૪ર, વિસાવદર-૩પ મી.મી. વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકામાં ર થી ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

error: Content is protected !!