વર્ષોથી જૂનાગઢના રસ્તાઓથી ત્રાહીમામ થતા શહેરનાં નગરજનો

0

જૂનાગઢ શહેરના હાલના રસ્તાઓ જાેઈને ભુતકાળમાં અમોએ એક જાહેર પ્રવચનમાં જે વાત કહેલી હતી તે યાદ આવી જાય છે એક દિવસ અમારા દિકરા શ્રેય એ કહેલુ કે પપ્પા મારે ધોડે સવારી કરવી છે ત્યારે મે તેને કહયુ કે તુ મારા સ્કુટર ઉપર બેસી જા અને આંખ બંધ કરી દે અને તને આખા જૂનાગઢમાં રસ્તા ઉપર ચકકર લગાવી દઉ એટલે જુનાગઢના ખાડામાં સ્કુટર ચાલશે એટલે ધોડે સવારી જેવો જ અહેસાસ થશે. આ નકકર વાસ્તવીકતાનુ મજાક સ્વરૂપે વિધાન હતુ પરંતુ આટલા વર્ષે પણ જૂનાગઢની દશા આજ રહી છે. થોડા દિવસ પહેલા અમો કચ્છથી આવતા હતા ત્યારે જાેયુ કે કચ્છમાં એકદમ સુંદર રસ્તાઓ છે ત્યારે અમોએ અમારા ડ્રાઈવરને જણાવેલ કે જૂનાગઢ આવે ત્યારે અમોને જગાડશો કારણ કે ત્યારે રાત્રીનો સમય હતો ત્યારે અમારા ડ્રાઈવરે બહુ જ સુચક રીતે જણાવેલ કે જૂનાગઢ આવે તે કહેવાની જરૂરર જ નથી કારણ કે સાબલપુર થી એટલા ખાડા રસ્તામાં પડી ગયા છે કે ગાડી સંપુર્ણ પણે ઉચાનીચી થશે એટલે તમોને ઉંધ જ નહી આવે અને આવી હશે તો ઉડી જશે. આ બંને દ્રષ્ટાંતો ઉપર થી ચોકકસ પણે કહી શકાયકે જુનાગઢ એક ખાડા નગરીમાં પરીવર્તીત થઈ ગઈ છે. હજુ બે થી ત્રણ ઈચ વરસાદ થાય ત્યાંતો જૂનાગઢના રસ્તાઓ માં ચાલવાનુ અને વાહન લઈને જવાનુ મુશ્કેલ બનતુ જાય છે અને જયારે જયારે કોર્પારેશનના હોદેદારો અને કમિશ્નરને જણાવીએ ત્યારે કહે છે કે કોન્ટ્રાકટર પાસે ફરી રસ્તા રીપેર કરવાની બાંહેધરી લીધેલી છે પરંતુ વાસ્તવીકતા એ છે કે જૂનાગઢમાં કયાંય કોન્ટ્રાકટરે પાછા રસ્તા રીપેર કરી દિધા હોય તેવુ બનેલ નથી કે જાહેર કરવામાં આવ્યું નથી અને આ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટેડ કરવા માટે કોઈ પગલા લીધા હોય તેવુ પણ કયારેય બનેલ નથી આથી જૂનાગઢના નગરજનોને સ્પષ્ટ જણાય છે કે જૂનાગઢના રસ્તાના કામ અને કોર્પારેશન વચ્ચે મીલીભગત છે અને તે કારણે જ પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે. જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો રોપવે આવેલ છે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. શિવરાત્રી, પરીક્રમા જેવા મેળા યોજાય છે. પરંતુ જૂનાગઢના રસ્તાઓ જાેઈને જૂનાગઢ વિષે એકદમ ખરાબ છાપ લઈને જાય છે ભુગર્ભ ગટર યોજના છેલ્લા એકાદ વર્ષ થી ચાલી રહી છે અને તે કારણે આખા શહેમાં ખોદકામ ચાલે છે ગ્રાન્ટ ન જાય એટલા માટે ગટર ભુગર્ભ યોજના યુધ્ધના ધોરણે કરી છે કઈ જગ્યાએ ખોદકામ કરવુ છે તેની કોઈ પુર્વ સુચના આપવામાં આવતી નથી અને સૌથી અગત્યની બાબત એ છે કે આ ખોદકામ બાદ કોઈ પણ જગ્યાએ પાછુ મુળ રસ્તાનુ લેવલીગ કરવામાં આવતુ નથી આખા જૂનાગઢમાં રસ્તાઓ તુટી ગયા છે શાળાએ જતી દિકરીઓ અને ખાસ કરીને સ્કુટી જેવુ નાનુ સ્કુટર હોય તો આ ખાડામાં પડી જવાનુ મોટુ જાેખમ રહે છે. હજુ બે દિવસ પહેલા જ મોતીબાગ આગળ રસ્તામાં મોટી બસ ફસાઈ ગયેલી હતી આવુ અવાર નવાર બને છે રસ્તા જયારે બને છે ત્યારે કોર્પારેશન ધ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી અને જાણીતા કોન્ટ્રેકટરોને કામ આપવામાં આવે છે અને પરીણામ એ આવે છે કે ચોમાસુ આવતા દરેક રોડ તુટી જાય છે. હવે પ્રશ્ન એ છે કે હાઈવે ઉપર ખુબ જ મોટા વ્હીકલ અવાર-નવાર પસાર થાય છે અને રોજે રોજ પુષ્કળ ટ્રાફીક રહે છે છતાંય હાઈવેના રસ્તા તુટતા નથી અને સામાન્ય ટ્રાફીક વાળા કોર્પારેશનના રસ્તાઓ તુટી જાય છે તેજ કોર્પારેશન અને કોન્ટ્રાકટરની મીલીભગતનો પ્રત્યેક્ષ પુરાવો છે. જૂનાગઢનુ કોર્પારેશન રસ્તાની સુવિધા આપવામાં ફકત આ વખતે જ નિષ્ફળ ગયુ છે તેવુ નથી કોર્પોરેશન બન્યા પછી પણ એજ સ્થિતિ જૂનાગઢની જાેઈએ છીએ પછી સતા ધારી પક્ષ કોગ્રેસ હોય કે બીજેપી બંને આ બાબતમાં સરખા છે. ચકલીને ચણ આપીને મોર ને મારવા જતા કોર્પારેશનના અત્યારના સતાધીશો માંથી કોઈએ કયારેય પ્રશ્ન ઉભો કર્યો છે. તે નાગરીકો માટે બહુ જ દુખની વાત છે. જૂનાગઢના સાંસદ જૂનાગઢ થી દુર રહે છે તેમણે પણ કયારેય આ પ્રશ્ન ઉપાડેલ નથી જૂનાગઢના ધારાસભ્ય વિરોધ પક્ષના હોય તેમનુ કોઈ સાંભળતુ નથી કોર્પારેટર સંપુર્ણ પણે મૌન છે. આ રીતે સમગ્ર જૂનાગઢને સંપુર્ણ રીતે ભંગાર હાલતમાં ફેરવવા માટેની નિષ્ક્રીયતા આ કોર્પારેટર અને કમિશ્નરના શીરે છે તે લખતા જરાય સંકોચ થતો નથી એટલુ જ નથી બદનક્ષીના કાયદાથી સંપુર્ણ પરીચીત હોવા છતાં આ વિધાન ફરજીયાત પણે લખવુ પડે છે. ખરી હકિકતે હવે જૂનાગઢના નગરજનોએ તો તેમના નગર સેવકોના નામ ઉપરથી જૂનાગઢમાં પડેલા ખાડાઓના નામ આપવા પડશે જેમકે વૈભવ હોટલ આગળ પડેલ ખાડો હવે કમિશ્નરના નામે ઓળખાશે તેજ રીતે સુખનાથ ચોકમાં પડેલ ખાડો મેયરશ્રીના નામે અને સાબલપુર આગળ પડેલા ખાડાઓ ડેપ્યુટી મેયરના નામે ઓળખાશે ખબર નથી પડતી કે આ કાઉન્સીલરો કે જેને અમો નગર સેવક કહેવા તૈયાર જ નથી પરંતુ સરકારશ્રીના પેૈસા લે છે તે નગર નોકરો છે. તેઓના દિલમાં જરા પણ સંકોચ થતો હશે નહી કે ચુટણી વખતે પ્રજાને શું જવાબ આપીશુ કારણ કે તે લોકો પણ જાતે છે કે મતદારોની યાદ શકિત બહુ જ ઓછી છે. પરંતુ એ ભુલવુ ન જાેઈએ કે ભુતકાળમાં રસ્તાના પ્રશ્ને કોગ્રેસ સતા ઉપર મહાનગર પાલીકામાં આવી હતી એટલે આવુ પણ થઈ શકે છે. જૂનાગઢના કોર્પોરેટરઓ જાગે અને રસ્તાના પ્રશ્ને કાંઈ બીજુ કાંઈ નહી તો નિવેદન તો કરે તેવુ નગરજનો રાહ જાેઈ રહયા છે. નહી તો આ કોર્પોરેટર ચુટણીમાં આવશે ત્યારે નગરજનો આજ પ્રશ્ન કરવાના છે તે કોર્પારેટરો યાદ રાખી લે જુનાગઢના કમિશ્નરશ્રી પણ પબ્લીક ઈન્ટ્રસ લીટીગેશનમાં ચીફ જસ્ટીશ ના કડક શબ્દો સાંભળવા માટે તૈયાર હોય તે રીતે રસ્તાના પ્રશ્ને મોૈન છે તે ખુજબ દુખદ વાત છે ભારતી જનતા પાર્ટી ધ્વારા ચુટણીની તૈયારી માટે જુદી જુદી રેલીઓ અને જુદા જુદા રથ ફરી રહયા છે ત્યારે આ રથમાં બેસનારને પણ વિનંતી છે કે ઉપર જાેવાને બદલે થોડુક નીચે રસ્તા ઉપર પણ ધ્યાન રાખે. એ બાબત ધણાને યાદ હશે કે મેયર જીતુભાઈ હીરપરા હતા ત્યારે જૂનાગઢને સ્માર્ટ સીટી માં ગણવા માટે રાજય સરકારે જુનાગઢની પસંદગી કરેલી હતી પરંતુ જૂનાગઢના બીસ્માર રસ્તાઓ, ભયંકર ગંદકી ,ગેરકાનુની મકાનો વિગેરે ધ્યાને લેતા પ્રારંભીક રેસ માંથી જુનાગઢને બાકાત કરી નાખેલ છે. હવે તો એમ લાગે છે કે આદર્શ ગામડાની સ્પર્ધામાં પણ જૂનાગઢ ટકી શકે તેમ નથી. આ સંજાેગોમાં જૂનાગઢના કોર્પારેટરો રાજકીય પક્ષો અને શહેરની ચિંતા કરતા લોકો ને એક જ વિનંતી છે કે પ્રજા હવે પ્રશ્ન પુછતી થઈ જાય અને એક પણ જાહેર કાર્યક્રમ થાય તેમા ઉભા થઈને આજ પ્રશ્ન ઉભો કરવાની જરૂર છે. અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેન આવે કે ન આવે તે પ્રશ્ન જૂનાગઢની જનતા માટે મહત્વનો નથી પરંતુ મહત્વની વાત એ છે કે જૂનાગઢના રસ્તાઓ એવા કરો કે વર્ષો સુધી તેમા કોઈ ખાડા પડે નહી નહી તો નિષ્ક્રીય કોર્પારેટરોને પ્રજાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે અને સરકારી રથ કે સરકારી કાર્યક્રમો નીકળે ત્યારે તો ઉભા થઈને આ પ્રશ્ન પુછવાની નગરજનોને ફરજ પડશે જેની બધા નોંધ લે.. જૂનાગઢ માં જે ખાડાઓ પડી ગયા છે તેનાથી જે ઈજાઓ થાય છે તે માટે સંપુર્ણ પણે નૈતીક અને કાનુની બંને રીતે કોર્પારેશન જ જવાબદાર છે અને અમે તો ત્યાં સુધી માનીએ છીએ કે જેતે વિસ્તારના કોર્પારેટર અને કમિશ્નરશ્રી અંગત રીતે જવાબદાર છે. પણ આવો કોઈ પ્રશ્ન આવે તે પહેલા કોર્પારેશનના સતાધીશો અને સતાધીકારીઓને પ્રભુ સદબુધ્ધી આપે તેજ પ્રાર્થના છે.

error: Content is protected !!