જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાનુની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભુતનાથ ફાટકથી ફિલ્મ ઢબે પીછો કરી અને દુબળી પ્લોટ ગેંડા રોડ પાસેથી વિદેશી દારૂ ભરેલ ઈનોવા કારને દારૂ, કાર, મોબાઈલ સહિતનાં કુલ રૂા. ૮,પ૪,ર૪૦નાં મુદામાલ સાથે એક શખ્સને સી ડીવીઝન પોલીસે ઝડપી લઈ અને દારૂનાં આ પ્રકરણમાં કુલ ચાર સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સી ડીવીઝને આપેલ વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ અને સુચના અંતર્ગત પોલીસ દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિ સામે સઘન પગલા લેવાઈ રહયા છે. આ દરમ્યાન જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને તથા સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમીનાં આધારે જૂનાગઢ ઈવનગર રોડ તરફથી ગિરનાર દરવાાજ તરફ એક ઈનોવા કાર નં. જીજે-૦પ-સીજે રરર૩ લઈ એભાભાઈ મેરૂભાઈ ચાવડા તથા તેનો સાગરીત ભાયો રબારી ઈનોવા કારમાં ઈંગ્લીશ દારૂ ભરી ભુતનાથ ફાટક પાસેથી નીકળતા પોલીસે કારનો પીછો કરી કાળવા ચોકથી ગિરનાર દરવાજા તરફ ગેંડા રોડ દુબળી પ્લોટ પાસે રોડ ઉપર કારને રેઢી મુકી બંને ઈસમો ભાગવા લાગેલ જેમાંથી એક ઈસમ ભાવેશ ઉર્ફે ભાયો રૂડાભાઈ કોડીયાતરને ઝડપી લીધેલ છે. બીજાે આરોપી એભાભાઈ મેરૂભાઈ ચાવડા અંધારાનો લાભ લઈ નાશી ગયેલ. ઝડપી પાડેલ ઈનોવા કારમાંથી બોટલ નંગ ૧૯ર મળી કુલ બોટલો નંગ ૮૧૬ની કિંમત રૂા. ૩૮૪ર૪૦નો મળી આવેલ. અને આ ઈનોવા કારમાં અંગ્રેજી દારૂ ભરી આપનાર લાખો ઉર્ફે કાળો પરબતભાઈ કોડીયાતર તથા અરજણ ઉર્ફે અર્જુન ખલી ગરચર હાજર મળી આવેલ નહીં. જેથી પોલીસે ઈનોવા કાર કિંમત રૂા. ૪ લાખ તથા મોબાઈલ-ર મળી કુલ રૂા. ૮,પ૪,ર૪૦નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહેલ છે. આ કામગીરીમાં સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, આર.ડી. ડામોર, આઝાદસિંહ સીસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, દિલીપભાઈ ડાંગર, કરણસિંહ જણકાંત, ચેતનસિંહ સોલંકી, ભગવાનજી વાઢીયા, ભાવીકભાઈ કોદાવલા, અમીતભાઈ બાબરીયા, નાગદાનભાઈ સિંઘવ વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.