દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈ-રીક્ષા, એમ્બ્યુલન્સ અને ટ્રેકટરનું લોકાર્પણ કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા કાર્ય માટે ૨૬ ઈ-રીક્ષા, બે એમ્બ્યુલન્સ અને એક ટ્રેકટરનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫ માં નાણાંપંચ અંતર્ગત દસ ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી કુલ વસ્તી રૂા.૮૬,૨૦,૦૦૦ના ખર્ચે કચરો એકત્ર કરવા માટે ૨૬ ઈ-રીક્ષા, બે એમ્બ્યુલન્સ અને એક ટ્રેક્ટર(ટ્રોલી સાથે) ફાળવવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયા તાલુકામાં બાર ઈ -રીક્ષા અને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. જેમાં ધરમપુર, હર્ષદપુર અને શક્તિનગરમાં ચાર-ચાર ઈ-રિક્ષા તેમજ ભીંડા ગામના પી.એચ.સી.માં એક એમ્બ્યુલન્સ, ભાણવડ તાલુકામાં ૫ પૈકી ગુંદા અને વેરાડમાં બે-બે, કાટકોલામાં એક ઈ-રિક્ષા, પાછતર પી.એચ.સી.ને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. આ સાથે કલ્યાણપુર તાલુકામાં સાત પૈક ગાંગડી, ચાચલાણા, જામ દેવળીયા, ગાંધવી અને સણોસરીમાં એક-એક ઈ-રીક્ષા, તેમજ દ્વારકા તાલુકામાં બે ઈ-રિક્ષા અને એક ટ્રેકટર ટ્રોલી ફાળવવામાં આવી છે. જેમાં વસઈમાં બે અને શામળાસરનો સમાવેશ થાય છે. આ વાહનોને જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લાના અગ્રણી વિગેરે દ્વારા વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!