Friday, September 22

જૂનાગઢમાં ઝરમરીયો વરસાદ, વરાપ નીકળતા ખેતીપાકનું ચિત્ર ઉજળું બન્યું

0

જૂનાગઢમાં ઝરમરીયા વરસાદ વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા ત્રણેક દિવસથી સૂર્યનારાયણ દર્શન દેતા હોય, વરાપ નીકળતા ખેતીપાકનું ચિત્ર ઉજળું બન્યું છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી ર૪ જુલાઈથી ૩ દિવસ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને હળવો-મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદનો સારો રાઉન્ડ પૂર્ણ થયા બાદ છેલ્લા ૩ દિવસથી સોરઠ પંથકમાં વરાપ જાેવા મળી રહી છે. જાેકે, ઝાપટાં પડી રહ્યા છે. હાલ વરાપ નીકળતા પાકને પણ ફાયદો થયો છે. ઉપરાંત ખેડૂતો દવા છંટકાવ, નિંદામણ, ખેડ સહિતની કામગીરી કરી રહ્યા છે અને આગામી દિવસમાં ૩-૪ દિવસ હજુ સામાન્ય વરાપ જાેવા મળી શકે છે. જાેકે, ફરી ૩ દિવસ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ અંગે વિગતો આપતા જૂનાગઢ કૃષિ યુનિ. હવામાન વિભાગનાં ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ર૪ જુલાઈથી ફરી મેઘાવી માહોલ જાેવા મળશે અને ર૭ તારીખ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદ પડશે એટલે કે ર ઈંચ સુધી વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ મુજબ બાદમાં હાલનાં દિવસોની જેમ વરાપ જાેવા મળી શકે છે.

error: Content is protected !!