જૂનાગઢનાં સહકારી જગતનાં અગ્રણી અને કો.કો. બેંકનાં પથદર્શક ડોલરભાઈ કોટેચાની સહકારી યાત્રા જૂનાગઢથી નવી દિલ્હી સુધી પહોંચી છે. ગુજરાત ખેતી બેંકનાં ચેરમેનની જવાબદારી પણ સોંપવામાં આવી છે. દેશનાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે સફળતાપૂર્વક ફેડરેશનનું સંમેલન પૂર્ણ કરી જૂનાગઢ આવી પહોંચેલ ડોલરભાઈ કોટેચાનું કો.કો. બેંક પરિવાર તેમજ ખેતી બેંકની ટીમ અને અન્ય આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કો.કો. બેંકનાં ચેરમેન આશીષભાઈ માંકડ, વાઈસ ચેરમેન નિકેશભાઈ મશરૂ, ડિરેકટરો રાજુભાઈ જાેબનપુત્રા, આશિષભાઈ પારેખ, મનીષભાઈ ગોસાઈ, ભાવેશભાઈ વોરા ઉપરાંત ડો. ડી.પી. ચીખલીયા, શૈલેષભાઈ દવે, યોગીભાઈ પઢિયાર, સુરેશભાઈ દતા સહિતનાં શુભેચ્છકો અને સ્નેહીઓ હાજર રહ્યા હતા. આ તકે ડોલરભાઈએ સન્માન માટે ધન્યવાદ સહ પોતાની નિમણુંક માટે ભાજપાનાં કાર્યકર તરીકે પીએમ નરેન્દ્ર મોદી, સહકારીતા મંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિગેરેનો આભાર માની કૃષિ વિકાસ પ્રત્યે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.