બિલખાનાં રાવતપરા વિસ્તારમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલખાનાં રાવતપરા વિસ્તારમાં દિપડાનાં આંટાફેરા વધ્યા હોય લોકોમાં ભયનો માહોલ છવાયેલો હોય અગાઉ એક દિપડો પાંજરે પુરાયા બાદ વધુ એક દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોની રજુઆત આધારે આરએફઓ જે.એ. મયાત્રાનાં માર્ગદર્શનમાં ફોરેસ્ટર એ.પી. ડોકલ, ગાર્ડ એ.જી. બારૈયા અને ટ્રેકર સાફીન બ્લોચ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવેલ અને જેમાં દિપડો પુરાઈ જતાં વન તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.