વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે સાહેબોનાં ત્રાસથી દવા પી જીવન ટુંકાવી લેતા અરેરાટી

0

વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે સાહેબોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવીલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવથી અરેરાટી પ્રસરી હતી. કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે મહેન્દ્રભાઈ ભીખુભાઈ દવે (ઉ.વ. ૪ર) (રહે. ડી.પી. રોડ, કેશોદ) નોકરી કરતા હોય અને તેનાં સાહેબો અવાર નવાર કોઈપણ રીતે હેરાન કરતા હોય જેથી લાગી આવતાં ગત તા. ૧૮નાં રોજ સવારનાં સુમારે પોતે પોતાની મેળે ઝેરી દવા પી લેતાં રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તા. ૧૯નાં રોજ તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે જયેશભાઈ ભીખુભાઈ દવે (ઉ.વ. ૪૮) (રહે. સોંદરડા, કેશોદ)નું નિવેદન નોંધી પીએસઆઈ એસ.એન. સોનારાએ આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!