યુવતીને પુત્ર ભગાડી જતાં ત્રણ શખ્સોએ તેનાં પિતાને આડેધડ ઢીબી નાંખ્યા !

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર મારામારીની ઘટના બની હતી. જૂનાગઢ બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ મહેશનગર આસુતોષ ટેનામેન્ટસમાં રહેતા ફરીયાદી જયસુખભાઈ ભાણજીભાઈ કારીયા (ઉ.વ. ૬ર)નો દિકરો આરોપી નં. ૧ અભી ભરત રાજાણી (રહે. ઝાંઝરડા રોડ)ની બહેનને પ્રેમસંબંધમાં ભગાડીને લઈ ગયેલ હોય જેનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓ અભી ભરત રાજાણી, અભીનો મિત્ર જયેશ અને સાજીદે મેળાપીપણું કરી ઝાંઝરડા રોડ ઉપર જાહેરમાં જયસુખભાઈને આંતરી આડેધડ માર મારી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ લાકડાનાં ધોકા અને પાઈપો વડે આડેધડ માર મારી શરીરે તથા ડાબા હાથમાં ફ્રેકચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર.એસ. બાંટવાએ આગળની તપાસ હાથ ધરી
છે.

વિસાવદર તાલુકાનાં વિરપુર ગામેથી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો
વિસાવદર તાલુકાનાં વિરપુર ગામે એક બોગસ તબીબ કોઈપણ ડિગ્રી વગર દવા આપતો હોવાની જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળી હતી. બાદમાં એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, પીએસઆઈ જે.એમ. વાળા અને સ્ટાફે વિરપુર ગામે આથમણા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન બોગસ તબીબ વિપુલ રત્નાભાઈ શ્યારા(ઉ.વ.૩૭)ને ઝડપી લીધો હતો. બાદમાં તપાસ કરતા તેની પાસેથી અલગ-અલગ પ્રકારની દવા, ઈન્જેકશનો તેમજ અન્ય ચિજવસ્તુ મળી કુલ ૧૪,પર૦નો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી બોગસ તબીબને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવમાં એએસઆઈ ડી.એન. ચાંચીયાએ આગાળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરીયા ગામે જુગાર દરોડામાં પાટલા ગામનાં માજી સરપંચ સહિત બે નાસી ગયા
ભેંસાણ પોલીસે ગુજરીયા ગામે દરોડો પાડેલ ત્યારે પાટલા ગામનાં માજી સરપંચ સહિત બે નાસી ગયા હતાં. પોલીસે દરોડા દરમ્યાન ૬ શખ્સોની અટક કરી કુલ રૂા. ૪૧૧પ૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. ભેંસાણ પોલીસે બાતમીનાં આધારે ગુજરીયા ગામે દરોડો પાડેલ હતો. આ કામનો આરોપી નં. ૧ વિનુભાઈ છનુભાઈ વાળા બહારથી જુગારનાં ખેલૈયા બોલાવી ગેરકાયદેસર નાલ ઉઘરાવી જુગારનો અખેડો ચલાવતો હોય આ સ્થળેથી પોલીસે વિનુભાઈ, અનિલભાઈ જાેરૂભાઈ વાળા, ખંભાળીયાનાં ધર્મેન્દ્રભાઈ નરસીંહભાઈ હરખાણી, વિસાવદરનાં રૂપાવટીનાં રઘુભાઈ મામકુભાઈ વીકમા, ભેંસાણનાં સરદારપુરનાં અશોકભાઈ ખોડાભાઈ કાથરોટીયા અને વિસાવદરનાં કાલસારીનાં હરજીભાઈ લાલજીભાઈ મેરને ઝડપી લઈ રોકડ સહિત કુલ રૂા. ૪૧૧પ૦નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન બિલખાનાં નવાપીપળીયાનાં રણજીતભાઈ ધાંધલ અને ભેંસાણનાં પાટલા ગામનાં માજી સરપંચ યુનીસભાઈ નાશી ગયા હતાં. પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ ૪-પ અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાંટવા ખારા ડેમમાં પાણી જાેવામાં પગ લપસી જતાં ડુબી જવાથી વૃધ્ધનું મોત
બાંટવા ગામે રહેતા પાલાભાઈ પુંજાભાઈ પરમાર (ઉ.વ. ૭પ) ગત તા. ૧૯નાં રોજ સવારનાં ૧૧.૩૦ પહેલા કોઈપણ સમયે બાંટવા ખારા ડેમમાં પાણી જાેવા ગયેલ અને પાળા પાસેથી પગ લપસી જતાં પાણીમાં ડુબી જવાથી તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે મહેશભાઈ પાલાભાઈ પરમાર (ઉ.વ. ૪ર)નું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળ : ઝેરી ટીકડા પી જતાં યુવાનનું મોત
માંગરોળ બંદર વિસ્તારમાં રહેતા ક્રિષ્નાભાઈ દામોદરભાઈ ચામુંડીયા (ઉ.વ. ૪૦)એ ગત તા. ૧૮નાં રોજ ૧૮.૩૦ પહેલા કોઈપણ સમયે કોઈપણ કારણોસર માંગરોળ બંદર ઉપર પોતાની જાતે ઝેરી ટીકડા પી જતાં તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં માંગરોળ મરીન પોલીસે અવકાશભાઈ ચામુંડીયા (ઉ.વ. ૩૬)નું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરવાડ પોલીસનો લાંગોદ્રા ગામે જુગાર દરોડો, ૬પ હજારથી વધુનાં મુદામાલ સાથે ૬ ઝડપાયા
ચોરવાડ પોલીસે બાતમીનાં આધારે લાંગોદ્રા ગામે નદીના સામા કાંઠે વાડી વિસ્તારમાં જુગાર રમી રહેલા માળીયા તાલુકાનાં ખંભાળીયાનાં ઉકાભાઈ રાજશીભાઈ પટાટ, માંગરોળનાં આરેણાનાં દેવાભાઈ કારાભાઈ ગરચર, માંગરોળનાં જેઠાભાઈ પરસોતમભાઈ મણીયાર, વિક્રમસિંહ મનુભાઈ ચુડાસમા, મહેશભાઈ ધીરજલાલ ચુડાસમા અને દિનેશભાઈ ખીમજીભાઈ સોનારીયાને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ સ્થળ ઉપરથી રોકડ રૂા. પ૦૦૬૦, મોબાઈલ-૪ સહિત કુલ રૂા. ૬૬૦૬૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા ૧ર અંતર્ગત ગુનો નોંધી પીએસઆઈ એસ.એન. ક્ષત્રિયે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!