ખંભાળિયા નજીક માતેલા સાંઢની જેમ જતા પાણીના ટેન્કરની અડફેટે આશાસ્પદ યુવાનનું કરૂણ મૃત્યું

0

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ ઉપર દેવરીયા ગામ પાસેથી જઈ રહેલા પાણી ભરેલા એક ટેન્કરના ચાલકે એક મોટરસાયકલને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નીપજ્યું હતું. આ કરૂણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા રામશીભાઈ ભગતભાઈ મોરી(ઉ.વ.૨૨) નામના અપરિણીત યુવાન ગઈકાલે બપોરે તેમના જીજે-૩૭-ડી-૬૨૯૨ નંબરના મોટરસાયકલ ઉપર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ ઉપરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-૧૨-એઝેડ-૩૭૨૦ નંબરના પાણીના ટેન્કરના ચાલકે રામશીભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્‌યો હતો. આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક રામશીભાઈનું માથું ટેન્કરના તોતિંગ વ્હીલ હેઠળ આવી જતા લોહી લોહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રમેશભાઈ મેપાભાઈ મોરી(ઉ.વ.૪૫, રહે. નાના માંઢા)ની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે ટેન્કર ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટરની કલમ મુજબ ગુનો નોંધી, વધુ તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!