જિયો ઇન્સ્ટિટ્યૂટે તેની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું

0

જિયો ઇન્સ્ટિટ્યૂટે બુધારે આયોજિત ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તેના પહેલી બેચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, જિયો ઇન્સ્ટિટ્યૂટના અગ્રણીઓ અને સ્ટાફ, ફેકલ્ટી, રિલાયન્સ પરિવારના સભ્યો અને ઉદ્યોગ તથા શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. જિયો ઇન્સ્ટિટ્યૂટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સમાં બે પ્રારંભિક પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ સાથે શૈક્ષણિક સત્રો શરૂ કર્યા છે. આ અભ્યાસક્રમના વર્ગો ૨૧મી જુલાઈ ૨૦૨૨થી શરૂ થશે. જિયો ઇન્સ્ટિટ્યૂટના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં સામેલ પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો સમૂહ, જિયોગ્રાફિક અને જેન્ડર ડાયવરસિટીનું તંદુરસ્ત સંયોજન ધરાવે છે. આ સમૂહમાં ભારતના ૧૯ રાજ્યો અને ભારત બહારના ૪ દેશો – દક્ષિણ આફ્રિકા, ભૂતાન, નેપાળ અને ઘાનાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બેચમાં એન્જિનિયરિંગ, વિજ્ઞાન, આર્ટસ, કોમર્સ, માસ મીડિયા અને મેનેજમેન્ટ સ્ટડીઝ/બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવી શૈક્ષણિક રીતે વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રથમ બેચના વિદ્યાર્થીઓ એડર્વટાઇઝિંગ, ઓટોમોટિવ, બેન્કિંગ, કન્સ્ટ્રક્શન, ડિજિટલ મીડિયા, એડ્યુટેક, ફિનટેક, હેલ્થકેર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ, માઇક્રો ફાઇનાન્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, ટેલિકોમ, સરકારી, એનજીઓ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાનો ચાર વર્ષનો સરેરાશ અનુભવ ધરાવે છે. એક-વર્ષના અનુસ્નાતક કક્ષાના બંને પ્રોગ્રામનું ટોચની વૈશ્વિક સંસ્થાઓ અને ઉદ્યોગોના પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા સંચાલન કરવામાં આવે છે. બંને પ્રોગ્રામમાં જિયો ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડેશન, કોર અને ઇલેક્ટિવ કોર્સિસ ઉપરાંત તેના સર્વગ્રાહી શિક્ષણ મોડ્યુલ દ્વારા આવશ્યક જીવન કૌશલ્યોની કેળવણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જિયો ઇન્સ્ટિટ્યૂટે વિદેશમાં અભ્યાસ માટેના મોડ્યુલનું આયોજન કર્યું છે તે અંતર્ગત વિદ્યાર્થીઓને વિશ્વની જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળશે. તેની સાથે જિયો ઇન્સ્ટિટ્યૂટ કેપસ્ટોન પ્રોજેક્ટ્‌સ દ્વારા એપ્લિકેશન આધારિત શિક્ષણ ઉપર ભાર મૂકશે.

error: Content is protected !!