જૂનાગઢ સાંપ્રત સંસ્થા દ્વારા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

0

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે તા. ર૦-૭-રરનાં રોજ માણાવદર વિધાનસભાનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ઉજવણી સંસ્થાનાં અનાથ દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવેલ હતી. સંસ્થા દ્વારા દર વર્ષે જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ડો. સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પીટલ જૂનાગઢ દ્વારા ફ્રી નિદાન અને આવશ્યક દવાઓ માટેનાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આયુર્વેદીક નિષ્ણાંત ડો. મહીપતસિંહ ડોડીયા તથા તેમની ટીમે સેવા આપેલ હતી. આ તકે તાલુકા પંચાયતનાં પ્રમુખ હમીરભાઈ પરમાર, ડુંગરપુરનાં સરપંચ વીરજીભાઈ, પાતાપુરનાં માજી સરપંચ બીજલભાઈ, ડુંગરપુરનાં અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી સંસ્થાનાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરેલ હતી. તેમજ આ દિવસે બેંક ઓફ બરોડાનો સ્થાપના દિવસ હોય તે અનુસંધાને બેંક ઓફ બરોડા દોલતપરા શાખા દ્વારા ફિઝીયોથેરાપીનાં સાધનો તેમજ ક્ષેત્રિય કાર્યાલય દ્વારા હોસ્પીટલ બેડ આપવામાં આવેલ. આ તકે જૂનાગઢ ક્ષેત્રિય પ્રબંધક પી.એન. શિરગાંવકર, ઝોનલ ઓફિસર ચાવલા, દોલતપરા શાખા બ્રાંચ મેનેજર રોહિત બાજપેઈ અને સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહેલ. સંસ્થાનાં પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આવેલ તમામ મહેમાનો પ્રત્યે આભાર વ્યકત કરેલ હતો.

error: Content is protected !!