જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકોને કીટ વિતરણ, સદસ્યતા અભિયાન તથા પેજ સમિતિ તૈયાર કરવા માટેનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મેયર ગીતાબેન પરમાર, પ્રભારી વિનુભાઈ અમીપરા, સહ પ્રભારી ચંદ્રીકાબેન રાખસીયા, મહિલા મોરચાના પ્રભારી જીગ્નેશાબેન દેસાઈ, કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ બાવળીયા, વોર્ડ પ્રમુખ કમલભાઈ ચુડાસમા, મહામંત્રી ભરતભાઈ મકવાણા, વરૂણભાઈ ચાવડા, કાળુભાઈ ચોટલીયા તથા વોર્ડના કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.