વોકહાર્ટ હોસ્પિટલના ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો.આકાશ દોશી ચેપી રોગોની માહિતી આપતા જણાવે છે કે હાલના સમયમાં મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ સાથે, ચેપી રોગો વિશે પણ જાગૃતિ વધી છે. આપણે એવા જ એક મહત્વપુર્ણ ચેપ વિશે જાણીએ જેને બ્રુસેલા તરીકે ઓળખાઈ છે. બ્રુસેલા એ ઝુનોટિક રોગોનો સૌથી સામાન્ય પ્રકાર છે. ઝુનોટિક રોગો એટલે એવા રોગો જે પ્રાણીઓથી માણસમાં ફેલાઈ છે તે બેકટેરિયાના કારણે થાય છે. તે ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા ચેપગ્રસ્ત પશુના દુધના ઉત્પાદનનો અને ડેરીની વસ્તુઓના સેવનથી ફેલાઈ છે. સામાન્ય રીતે ઘેટા, બકરા, ઢોર વગેરેમાં બ્રુસેલો રોગ જાેવા મળે છે. તાજેતરમાં જ ૧૭ વર્ષના એક યુવાનને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેને ર-૩ મહિનાથી તાવ, ઉલ્ટી, કમરમાં દુઃખાવાની તકલીફ હતી. ડો.આકાશ દોશીના માર્ગદર્શન હેઠળ દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. દર્દીની તપાસ કરતા માલુમ થયુ કે તેને લીવરની પણ હળવી તકલીફ છે. ત્યારબાદ તેમને આગળની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
દર્દીની વિગતવાર તપાસ કરતા જણાયુ કે તેમને બૂ્રસેલો નામક ચેપી રોગ હતો અને તેની સારવાર કરવામાં આવી. દર્દી સંપુર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ પ્રકારના રોગોમાં માત્ર નિદાન જ મહત્વનુ નથી પરંતુ ઝડપી રીકવરી અને સારવારની પસંદગી પણ એટલી જ મહત્વની છે. ડો.આકાશ દોશી બ્રુસેલો બેકટેરિયાની માહિતી આપતા જણાવે છે કે આ બેકટેરિયા ૪ ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં ક્રિમમાં ૬ અઠવાડીયા,આઈસ્ક્રીમમાં ૩૦ દિવસ, ચીઝમાં ૧૦૦ દિવસ જીવે છે. દુધને યોગ્ય રીતે ઉકાળી અને પાશ્ચુરીઝીંગ બેકટેરિયાને મારી નાખે છે. એક અભ્યાસ મુજબ ૧૦ % ઢોર બ્રુસેલાથી સંક્રમિત છે.માણસમાં બ્રુસેલા ચેપના લક્ષણોમાં તાવ, નબળાઈ, પરસેવો, પીઠનો દુઃખાવો, માથાનો દુઃખાવો વિગેરે જાેવા મળે છે. ઘણી વખત બ્રુસેલા વારંવાર થાય છે. ગંભીર ચેપ, સ્પાઈન ચેપ અને એન્ડોકાર્ડિટિસનુ કારણ બની શકે છે. આ બીમારીની સારવાર એન્ટીબાયોટીકસથી કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં તકેદારી રાખવાથી બચી શકાય છે. એ ઉપરાંત કાચુ દુધ પીવાનુ ટાળવુ, જે પશુનુ દુધ હોય તે બીમાર છે કે નહી તેની તપાસ કરવી.પશુને યોગ્ય તપાસ અને સારવાર આપવી જરૂરી છે. જેઓ પશુપાલક છે તેઓએ પશુને રસી અપાવવી જાેઈએ અને તેનાથી દુરી બનાવી રાખવી જાેઈએ. બ્રુસેલોનો સૌથી મોટો ઉપાય એ છે કે તેના વિષે જાગૃતિ ફેલાવવી. લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવુ જાેઈએ અને કોઈપણ શંકા માટે નિષ્ણાંતની સલાહ લેવી જાેઈએ.