સોમનાથમાં શ્રાવણ માસની તૈયારીઓ અંગે વિશેષ સુવિધાઓ

0

આગામી પવિત્ર શ્રાવણ માસ અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. તા. રપ અને ર૬ જુલાઈનાં રોજ શ્રાવણ માસની તૈયારીઓ ઘડવા અને સ્થળ નિરીક્ષણ તથા મંદિર સલામતી, વાહન પાર્કીંગ, યાત્રિકો-ભાવિકોનાં જાન-માલની સલામતી અને વાહન પસાર થવાનાં નિયમન અને સુચારૂરૂપ ભાવિકોની શ્રધ્ધા અને તંત્રની સલામતી જળવાઈ રહે તે માટે જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તથા જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી સોમનાથ આવશે. સોમનાથ ટ્રસ્ટ તરફથી પણ વધારાનાં સુરક્ષા જવાનો તેમજ બે થી ત્રણ જેટલા વાહન પાર્કીંગ સ્થળો કરવા કાર્યવાહી ગતીમાં છે. વિશેષ કન્ટેનર કેબીન, કલોક રૂમ, જુતા ઘર અંગેની કાર્યવાહી ગતીમાં છે. તો શ્રાવણ માસમાં સોમનાથ આવતા ભાવિકોને વિનામુલ્યે ભોજન-પ્રસાદ, ફરાળનાં સેવાભાવી સ્ટોલો પણ આવી રહયા છે.

error: Content is protected !!