Wednesday, June 7

જૂનાગઢમાં બીએસએનએલનાં પેન્શનર્સ કર્મચારીઓનાં ધરણા

0

ઓલ ઈન્ડીયા બીએસએલએન ડોટ પેન્શનર્સ એસોસીએશનની માંગણીઓનાં સમાધાનની માંગ સાથે ભારતભરમાં તથા ગુજરાતમાં પેન્શનર્સ દ્વારા ધરણા યોજાયેલ જેમાં કર્મચારીઓએ દેખાવ કરેલ જેમાં જૂનાગઢ અને અમરેલી ઓફિસ ખાતે ૧૦.૩૦ થી ૧.૩૦ કલાક સુધી ધરણાનો કાર્યક્રમ યોજાયેલ તેમાં ડી.આર. વાછાણી, એન.કે. રાઠોડ, એચ.એસ. ચુધા, એચ.ડી. છત્રાળા, કે.એમ. જાેષી, ડી.કે. બકોત્રા, ડી.એસ. તેરૈયા સહિતનાં કર્મચારીઓ જાેડાયા હતાં. અને ધરણા કરી દેખાવો કરી છેલ્લા ત્રણ વર્ષથી સતત રજુઆત કરવા છતાં કેન્દ્ર સરકાર ઘટતા પગલા લેવામાં ન આવતા હોવાથી નિવૃત કર્મચારીઓનાં પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ સાથે ધરણા અને સુત્રોચ્ચાર કર્યા હતાં તેમ જૂનાગઢનાં ડી.એસ. તેરૈયાએ જણાવેલ છે.

error: Content is protected !!