જૂનાગઢ શહેરમાં ઓફીસે બોલાવી અને બેફામ ગાળો દઈ માર મારી તેમજ સમાધાન કરીને ઘરે જતી વખતે પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનાં બનાવને પગલે ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસમાં રીંકુબેન સિધ્ધાર્થ જાતે બંગાલી રહે. ગીરીવિહાર સોસાયટી, ઝફર મેદાનની સામે, શેરી નં.૪, ગાંધીગ્રામ વાળાએ દિવ્યા કિશોરભાઈ સાવલાણી રહે. જૂનાગઢ તથા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧એ ફરીયાદી સાથે જૂનાગઢ રાયજીબાગ પાસે આવેલ ગીરીશભાઈ કાંજાણીની ઓફીસે બોલાવી ફરીયાદી સાથે ફાવે તેમ ગાળો બોલી, ઝપાઝપી તેમજ મારમારી કરી અને સમાધાન કરીને ઘરે જતા હતા ત્યારે પથ્થર લઈને ઘા કરતા ફરીયાદીનાં પત્નીને ઈજા પહોંચી હતી તેમજ હવે પછી રોડ ઉપર સામે મળ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફોન ઉપર પણ ફરીયાદીનાં પતિને ધમકી આપેલ, ઉપરાંત બીજા દિવસે મોડીરાત્રીનાં ૧૧ વાગ્યાનાં સમયે દિવ્યા સાવલાણી બે અજાણ્યા માણસોને લઈ ફરીયાદીનાં ઘર પાસે આવી છુટ્ટા પથ્થરનાં ઘા મારી તુલસીનું કુંડુ તેમજ બારીનાં કાચ તોડી નાખ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઈવનગર ગામે રોડ ઉપર પથ્થર રાખવા બાબતે હુમલો : સામ સામી ફરીયાદ
જૂનાગઢ તાલુકાનાં ઈવનગર ગામે રહેતા દિલીપભાઈ નાગજીભાઈ કણસાગરા (ઉ.વ.૬૦)એ પરમીશભાઈ નાગજીભાઈ કણસાગરા, વિનોદભાઈ પ્રભુદાસભાઈ કણસાગરા, ભરતભાઈ પ્રભુદાસભાઈ, વિશાલભાઈ પરમીશભાઈ, સાગરભાઈ પરમીશભાઈ, મહેશભાઈ પ્રભુદાસભાઈ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી ચાલીને ઘરે જતા હોય દરમ્યાન આરોપી નં.૧નાંએ રોડ ઉપર પથ્થર રાખેલ હોય જે બાબતે આરોપીને કહેતા આરોપીઓએ લાકડી તથા પથ્થર વડે હુમલો કરી ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે આજ બનાવનાં અનુસંધાને સામા પક્ષે પરમીશભાઈ નાગજીભાઈ કણસાગરા (ઉ.વ.૬૩)એ દિલીપભાઈ નાગજીભાઈ કણસાગરા, શૈલેષભાઈ દિપકભાઈ, દિપકભાઈ નાગજીભાઈ, કમલેશભાઈ દિલીપભાઈ, અજયભાઈ દિપકભાઈ, ભારતીબેન દિપકભાઈ વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરીયાદીનાં ઘર પાસે કોઈ વાહન નીકળતા ઈલે. લાઈટનો વાયર તુટી ગયેલ હોય જેથી રોડ ઉપર પથ્થર રાખેલ હોય અને આરોપી નં.૧ ત્યાંથી નીકળતા આ પથ્થર બાબતે બોલાચાલી કરી ગાળો આપી જતો રહેલ અને ત્યારબાદ આરોપીઓ લાકડી, લોખંડનાં પાઈપ તથા પથ્થરો હાથમાં રાખી ગેરકાયદે મંડળી રચી હથીયારો ધારણ કરી ફરીયાદીને તથા સાહેદને માર મારી ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ બનાવને પગલે તાલુકા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરવાડ નજીક જુગાર દરોડો : ૬ ઝડપાયા
ચોરવાડ પોલીસે બંદર રોડ ઉપરથી એક જગ્યાએ છાપરા નીચે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.ર૧,૪પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢમાં બિલખા રોડ એફએમ ટાવરની સામે રહેતા ભુપતભાઈ ખોડાભાઈ બગડા (ઉ.વ.૩૬)એ પોતાના ઘરે ઉપરનાં માળે રૂમનો દરવાજાે અંદરથી બંધ કરી સીલીંગ ફેનનાં હુંક સાથે દુપટ્ટો બાંધી કોઈપણ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. એ ડીવીઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.