મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દ્વારકાધીશના દર્શને આવશે

0

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તા.૨૨મી જુલાઈએ દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ સૌપ્રથમ વખત દ્વારકા આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન પૂજા કરશે. આ ઉપરાંત દ્વારકામાં કોઈ સરકારી યોજનાની મુલાકાત લ્યે તેવી પણ શકયતા છે. મુખ્યમંત્રીના દ્વારકા મુલાકાતના કાર્યક્રમ સંદર્ભમાં વહીવટી તંત્ર દ્વારા જગતમંદિર, હેલીપેડ સહિતના સ્થળોની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત અષાઢી બીજના દિવસે મુખ્યમંત્રીના પરિવારે દ્વારકાધીશ મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું હતું. આ અગાઉ ત્રણ વખત તેમની મુલાકાત નક્કી થયા પછી કેન્સલ થઈ હતી.

error: Content is protected !!