જૂનાગઢ : જવાહર રોડ અંધ કન્યા છાત્રાલયમાં બેંક ઓફ બરોડા દ્વારા વોશિંગ મશીનનું લોકાર્પણ

0

જૂનાગઢ ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિન નિમિત્તે અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનોને કપડા વોશિંગ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ હેતુથી બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર વિનય કુમાર રામ તેમજ મયુરભાઈ ઝાલાની ઉપસ્થિતિમાં વોશિંગ મશીન લોકાર્પણ કરેલ હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ધોબી સમાજના ઉપપ્રમુખ ધીરૂભાઈ ગોહેલ, છોટુભાઈ વાજા, મધુભાઈ વાળા, રમેશભાઈ ગોહેલ, વિનુભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, મુકેશગીરી મેઘનાથી, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાેશીએ જહેમત ઉઠાવી હતી. તેમજ સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને આ વોશિંગ મશીન અર્પણ થતાં ખુશખુશાલ થઈ હતી અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પણ વિશેષ આભાર વ્યક્ત કરેલ હતો.

error: Content is protected !!