ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢનાં પાંચ શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત પોલીસે કરી કડક કાર્યવાહી

0

જૂનાગઢ શહેરમાં રાયોટીંગ, ખૂનની કોશીષ, અપહરણ, લુંટ, આર્મ્સ એકટ, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવા, મારામારી સહિતનાં ગુનાઓનાં ઈતિહાસ જેઓનાં નામે નોંધાયેલો છે તેવા ગંભીર ગુનાઓ આચારનારી ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ચોપડે નોંધાયેલા ૯૧ જેટલા ગંભીર ગુનાઓની સામે કડક કાર્યવાહી થઈ છે અને વિસાવદર બાદ જૂનાગઢ જીલ્લામાં પાંચ શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત પોલીસે કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર, તાજેતરમાં જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહાઉદીન કોલેજ પાસે ફરિયાદી અફરોઝભાઈ અહેમદભાઈ માલકાણી જાતે મેમણ રહે.જુલાઈવાડા નાકા, મધુર સ્કૂલની સામે, નરસિંહ વિદ્યા મંદિરની સામે, જૂનાગઢની પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવવા, ગેર કાયદેસર મંડળી રચી, છરી જેવા ઘાતક હથિયારો સાથે બુલેટ અને બર્ગમેન મોટર સાયકલ ઉપર ફરિયાદીનો પીછો કરી, ફરિયાદીને આંતરી, રૂપિયા દસ લાખની ખંડણી માંગી, છરીઓ બતાવી, નહિ આપે તો મારી નાખવાની ધમકીઓ આપી, રૂપિયા કઢાવવા સારૂ અપહરણ કરી, સરદાર બાગ ખાતે અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી, મૂઢમાર તથા છરીનો એક ઘા થાપાના ભાગે મારી, ઈજા કરી, જીવતો છોડાવવા માટે સાહેદ ઈમ્તિયાઝ પાસેથી રૂપિયા બે લાખ કઢાવી, ફરિયાદીની ગેર કાયદેસર અટકાયત કરી, અલગ અલગ જગ્યાએ લઈ જઈ, રૂપિયા પાંચ લાખ સવાર સુધીમાં પહોંચાડી દેવાની શરતે છોડી, માથાકૂટ કરવા બાબતે આરોપીઓ મોહસીન ઉર્ફે હોલે હોલે, સોહિલ લંઘાવાડા, અકરમ પટેલ, સરફરાઝ ઉર્ફે ડાબરો, શાહરૂખ બાપુ પિસોરીવાડ સહિત કુલ ૫ આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગ, ખંડણી ઉઘરાવવા અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધાક ધમકી આપવા બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાતા, પોલીસ સબ ઈન્સ. જે.જે. ગઢવી તથા સ્ટાફ દ્વારા આ ગુન્હાના કામે આરોપીઓ (૧) સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી સૈયદ(ઉ.વ.૩૩) રહે. ઘાંચી પટ, જૂનાગઢ, (૨) અકરમ ઉર્ફે પટેલ ઈકબાલભાઈ જેઠવા ઘાંચી(ઉ.વ.૨૬) રહે. સંઘાડિયા બજાર, જૂનાગઢ, (૩) સોહિલ જમાલભાઈ શેખ સિપાઈ(ઉ.વ.૨૮) રહે. લંઘાવાડાં, જૂનાગઢ, (૪) મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઈ મલેક મુસ્લિમ(ઉ.વ.૨૮) રહે. ધારાગઢ દરવાજા, જૂનાગઢ તથા (૫) શાહરૂખ ઉર્ફે બાપુ હનીફમિયા ઉર્ફે અનુમિયા કાદરી સૈયદ(ઉ.વ.૨૨) રહે. કુંભારવાડા, સુખનાથ ચોક, જૂનાગઢની ધરપકડ કરી, રોકડ રકમ તથા ગુન્હામાં વાપરેલ વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ (૧) સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી સૈયદ(ઉ.વ.૩૩) રહે. ઘાંચી પટ, જૂનાગઢ, (૨) અકરમ ઉર્ફે પટેલ ઈકબાલભાઈ જેઠવા ઘાંચી(ઉ.વ.૨૬) રહે. સંઘાડિયા બજાર, જૂનાગઢ, (૩) સોહિલ જમાલભાઈ શેખ સિપાઈ(ઉ.વ.૨૮) રહે. લંઘાવાડાં, જૂનાગઢ, (૪) મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઈ મલેક મુસ્લિમ(ઉ.વ.૨૮) રહે. ધારાગઢ દરવાજા, જૂનાગઢ તથા (૫) શાહરૂખ ઉર્ફે બાપુ હનીફમિયા ઉર્ફે અનુમિયા કાદરી સૈયદ(ઉ.વ.૨૨) રહે. કુંભારવાડા, સુખનાથ ચોક, જૂનાગઢ ભૂતકાળમાં ખૂન, ખૂનની કોશિષ, ઘરફોડ ચોરીઓ, લૂંટ, ચેઈન સ્નેચિંગ, આર્મ્સ એક્ટ, એટ્રોસિટી, સરકારી નોકરીની ફરજમાં રૂકાવટ, પ્રોહિબિશન, રાયોટિંગ, ખંડણી ઉઘરાવવા અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ચોરીઓ, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ પાંચેય આરોપીઓ એકબીજા સાથે ઉપરના ગુન્હાઓમાં ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા પકડાયેલ તમામ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ જે.જે. ગઢવી મારફતે તપાસ કરાવતા, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો ભૂતકાળમાં કુલ ૧૪ ગુનાઓમાં, આરોપી અકરમ પટેલ ૨૦ ગુન્હાઓમાં, આરોપી સોહિલ શેખ ૨૧ ગુન્હાઓમાં, મોહસીન ઉર્ફે હોલે હોલે ૨૭ ગુન્હાઓમાં તેમજ આરોપી શાહરૂખ ઉર્ફે બાપુ ૯ ગુન્હાઓમાં પકડાયેલ છે. આમ, આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી સૈયદ સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિષ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું જણાતા, આ પાંચેય આરોપીઓની ગેંગ વિરૂદ્ધ લોકોને આ ગેંગના ભય અને ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરૂદ્ધ ખાનગીમાં પણ પોલીસે જાણ્યા મુજબ અસંખ્ય ફરિયાદો હોય, જેઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચ આરોપીઓની ગેંગ વિરૂદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ(ય્ઝ્ર્‌ર્ંઝ્ર) એકટ મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુન્હામાં કલમ ઉમેરો દાખલ કરવા નામદાર કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવતા, પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ વિસાવદર ખાતે આરોપી નાસીર ગેંગના નાસીર સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ સૌપ્રથમ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ હતા. જે તમામ આરોપીઓ હાલ જેલ હવાલે જ છે. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં આ બીજાે ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, પાંચ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. હજુપણ જૂનાગઢ પોલીસ અમુક માથાભારે ઈસમો અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવતી ગેંગ બાબતે માહિતી એકત્ર કરી રહેલ છે અને જરૂર પડ્યે ભવિષ્યમાં પણ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

error: Content is protected !!