ફાયર એનઓસી અને આઈસીયુનાં નવા નિયમોનો જબ્બર વિરોધ : જૂનાગઢમાં ૪૦૦થી વધુ તબીબો હડતાળ ઉપર

0

જૂનાગઢ સહિત રાજયભરનાં તબીબો આજે એક દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે અને ખાનગી હોસ્પીટલો, દવાખાનામાં તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. ફાયર એનઓસી અને આઈસીયુનાં નવા નિયમો સામે તબીબો દ્વારા આજે હડતાળ રાખવામાં આવી છે. જેમાં જૂનાગઢ શહેરમાં પણ ૪૦૦થી વધુ તબીબોએ આજે હડતાળમાં જાેડાયા છે. આજના હડતાળ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર ફાયર એનઓસી, આઇસીયુમાં નવા આકરા અને અયોગ્ય અતાર્કિક નિયમોનો ખાનગી તબીબોએ વિરોધ કર્યો છે. આવા નિયમોના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય બ્રાન્ચ દ્વારા ખાનગી તબીબોને એક દિવસની હડતાળ પાડવા આદેશ કરાયો છે. તેના સંદર્ભે જૂનાગઢ શહેરના ખાનગી તબીબો પણ એક દિવસીય હડતાળમાં જાેડાશે. આ અંગે ઇન્ડિયન મેડીકલ એસોસિએશન, જૂનાગઢના પ્રમુખ ડો.એન. એમ. લાખાણી અને મંત્રી ડો. સંજીવભાઇ જાવિયાએ જણાવ્યું હતું કે, ૩૦ જૂન ૨૦૨૨ના હાઇકોર્ટે આ રિટ પિટીશન (પીઆઇએલ) નંબર ૧૧૮-૨૦૨૦માં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ હોવું જાેઇએ અને કાચના ફસાદ દૂર કરવા અંગે અમુક જાેગવાઇઓ લાગુ કરવા સૂચના આપી છે. રાજ્યભરની હોસ્પિટલોને ૭ દિવસની અંદર તેનું પાલન કરવા રાજ્ય સરકારની નોટીસો મળી રહી છે. આ નિયમોની અમલવારી કરવાની નોટિસો પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જાેગવાઇઓ એવી છે કે જેનો કોઇ વૈજ્ઞાનીક આધાર નથી. દરમ્યાન જૂનાગઢ શહેરમાં અંદાજે ૩૦૦થી વધુ દવાખાના છે જેના ૪૦૦થી વધુ તબીબો શુક્રવારે આખો દિવસ માટે હડતાળ પાડી દવાખાના બંધ રાખશે. દરેક દવાખાનામાં અંદાજે ૨૦ દર્દીને ગણીએ તો ૧૫,૦૦૦થી વધુ દર્દીઓ ભગવાન ભરોસે મુકાઇ જશે. હડતાળ દરમ્યાન ઇમરજન્સી સારવાર કે નવા દર્દીની તપાસ પણ કરવામાં નહિ આવે. એક દર્દીની અંદાજે ૨૦૦ની દવા ગણીએ તો પણ એક દિવસમાં અંદાજે ૩,૦૦,૦૦૦થી વધુની દવાનું ટર્નઓવર ઘટશે જેથી સરકારને પણ આવક ઘટશે. વધુમાં ખાસ કરીને આઇસીયુ યુનિટ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોરમાં જ હોવું જાેઇએ. આઇસીયુ યુનિટમાં બે દરવાજા હોય તો જ ફાયર એનઓસી મળશે. આઇસીયુ યુનિટમાં કાચ ન રાખવા, ગાદલા પણ ન રાખવા, સળગે તેવી વસ્તુ ન રાખવી. એસી, લાઇટીંગ, વાયરીંગ, વેન્ટીલેશન અને મશીનરીનું દર મહિને ચેકીંગ કરવું અને રિપોર્ટ મોકલવો. આ શરતો મુજબ દવાખાનું ચલાવવું શક્ય જ નથી. પરિણામે વિરોધ થઇ રહ્યો છે. વધુમાં જાે ગ્રાઉન્ડ ફ્લોરમાં આઇસીયુ યુનિટ રાખવા તેમજ ઉપર જણાવેલી અન્ય જાેગવાઇનું પાલન કરાશે તો દર્દીની સારવારનો ખર્ચ વધી જશે. જાે દર્દીને નહિ પરવડે તો દવાખાના બંધ કરવાની પણ નોબત આવી શકે છે. પરિણામે દર્દીઓની હાલાકી વધશે. જ્યારે ખાનગી તબીબોની સાથે સરકારને પણ આવક ગૂમાવવી પડશે. આ જાેગવાઇનું પાલન કરવાથી દર્દીને ચેપ થવાની સંભાવના વધી જશે. સમગ્ર રાજ્યમાં આઇસીયુ બેડની સંખ્યા ઘટશે જેથી મૃત્યુદર પણ અનેકગણો વઘી જશે. આમ, આ પ્રકારના મૌખિક આદેશની અસર ટૂંકા તેમજ લાંબા ગાળે વિનાશક હોઇ શકે છે. દરમ્યાન રાજ્ય સરકારના આ એકપક્ષીય આદેશનો વિરોધ છે. આ નવા ઓર્ડર કરતા પહેલા સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સબંધિત વિભાગોના સભ્યોની બનેલી તકનિકી સમિતીની રચના કરવી જાેઇએ. ચેપ નિયંત્રણના દરને ધ્યાને રાખી આઇસીયુ દર્દીઓના સારવારની વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાનમાં રાખી સબંધિત માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે. પરંતુ રાજ્ય સરકારે આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન અથવા તેની કોઇ પણ શાખાને સામેલ કર્યા વિના કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય આદેશ કર્યો છે માટે વિરોધ થઇ રહ્યો છે જેના પગલે જૂનાગઢ શહેરમાં આજે ૪૦૦થી વધુ તબીબો આ હડતાળમાં જાેડાયા છે. તબીબોનાં જણાવ્યા અનુસાર આજના દિવસે કોઈ ઈમરજન્સી કેસ આવે તો તેમના માટે સરકારી હોસ્પીટલમાં સારવાર માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે આ પ્રશ્ને તબીબો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહેલ છે.

error: Content is protected !!