ગુજરાતમાં ખાનગી દવાખાનાઓ માટે ખાસ કરીને આઈ.સી.યુ. યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા સહિતના બહાર પાડવામાં આવેલા નિયમોનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઊઠવા પામ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા ગઈકાલના સામુહિક હડતાળમાં ખંભાળિયા આઈ.એમ.એ.ના તમામ તબીબો જાેડાયા હતા. ખાનગી તબીબો દ્વારા આપવામાં આવેલા શુક્રવારના હડતાળ આંદોલનમાં ખંભાળિયાના એસોસિએશનના તમામ ૬૦ જેટલા દવાખાનાઓ જાેડાયા હતા અને તાલુકાની આ હોસ્પિટલોમાં કાર્યરત ૮૦ જેટલા ખાનગી તબીબોએ ગઈકાલે સવારથી તેમની કામગીરીથી દૂર રહેતા આ હોસ્પિટલો બંધ રહી હતી. આમ, ખાનગી તબીબોએ તેમની કામગીરીથી અલિપ્ત રહી, સરકારના ર્નિણયનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આના કારણે તાલુકાના અનેક દર્દીઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા અને સરકારી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો. જેથી અહીં મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જાેવા મળી રહી.