જૂનાગઢના ડુંગરપુર ગામે ૧૦૪ કિશોરીઓને માસિકધર્મના સ્વાસ્થ્ય-જાળવણી માટે તાલીમ અપાઈ

0

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ૧૦૪ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી માટે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી જાગૃતિ તાલીમનું આયોજન ડુંગરપુર ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં કોઇ પણ પરિવાર કે, કુટુંબમાં દિકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમના શારીરિક-માનસિક બદલાવ આવે છે અને આ શારીરિક-માનસિક ફેરફારો અંગે ખુલ્લીને પરિવારમાં ચર્ચા કરી શકતા નથી. જેમાનો એક મુદ્દો સંવેદનશીલ છે. તે માસિકધર્મ વિશેની જાણકારી દિકરીઓને માસિકધર્મ દરમ્યાન સ્વચ્છતા અને તકેદારી અંગેનું યોગ્ય માર્ગદર્શન તથા કિશોરીના શરીરમાં થતા શારીરિક-માનસિક ફેરફારથી પરિચિત થાય તે માટે દિકરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત માસિકધર્મ દરમ્યાન વ્યક્તિગત સ્વચ્છતા અને ખોરાક અંગે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી. સાથો સાથ રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સહભાગી થયેલ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટ, નાસ્તો, માસિક સ્વાસ્થ્ય જાળવણીની બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!